આ બે યુવતીની ટિક્ટોકમાં મુલાકાત થઇ અને પછી થઇ ગયો પ્રેમ, કરી લીધા લેસ્બિયન મેરેજ ! હાલ બંને યુવતીઓ….
જયારે પણ અનોખા લગ્ન વિશે વાત કરવામાં આવે તો આપણી આંખે એવા અનેક કલગ્ન સામે આવે છે જે ખુબ જ અનોખા હોય છે. હજી થોડા સમય પેહલા જ ગુજરાતની ક્ષમા બિંદુએ પોતાની જાત સાથે લગ્ન કરીને સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક લેસ્બિયન કપલની લવસ્ટોરી ખુબ ચર્ચિત થઇ રહી છે, જેમાં એક યુવતી બીજી યુવતી પર દિલ હારી બેઠી ગઈ હતી અને પછી બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. ચાલો આ અનોખા લગ્ન વિશે તમને પુરી વાત જણાવીએ.
આ યુવતીઓના નામ યશવીક અને પાયલ છે, જણાવી દઈએ કે વર્ષ 2017 માં આ બંને યુવતીઓનો પરિચય ટિક્ટોકના માધ્યમથી થયો હતો. જે પછી ધીરે ધીરે બંને એકબીજા સાથે વાતો કરવા લાગી પણ અચાનક જ પાયલ યશવીકાને નજરઅંદાજ કરવા લાગી, આ વાતને ધ્યાનમાં લેતા યશવીકાને ખુબ ગુસ્સો આવ્યો હતો આથી તેને કડક શબ્દોમાં પાયલને કહી દીધું કે ક્યાં તો તું મારી સાથે વાત કર અથવા તો મને બ્લોક કરી દે. આવું કેહતા પાયલે તરત જ યશવિકાને બ્લોક કરી દીધી હતી.
પણ 6 મહિના થતા પાયલે ફરી વખત યશવિકાનો સંપર્ક કર્યો અને પોતે ભૂલ કરી હોવાની વાત કહીને માફી માંગતા કહ્યું કે મને આભાસ થઇ ચુક્યો છે કે એકલા જીવન કાઢવું ખુબ મુશ્કેલ છે. વર્ષ 2018માં બંનેની પેહલી વખત મુલાકાત થઇ જે પછીના થોડાક દિવસ બાદ તરત જ બંનેએ એક બીજાને ડેટ કરી દીધી. એકબીજાને ડેટ કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ વધ્યો અને ધીરે ધીરે બંને દરમહિને વારંવાર એકબીજાના શહેરમાં મળવા જવા લાગ્યા, મળવાનો આવો સિલસિલો બે વર્ષ સુધી ચાલતો રહ્યો.
પણ લવસ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યો કે વર્ષ 2020માં જયારે કોરોનાનું આગમન થતા લોકડાઉંન થયું, આ લોકડાઉનમાં પાયલ અને યશવીકા સાથે રહેવા માંગતા હતા આથી બંનેએ પોતાના ઘરે પોતાના આ પ્રેમ સબંધ વિશે જણાવી દીધું હતું, જેમાં પાયલના પેરેન્ટ્સ આ લગ્ન માટે તૈયારી દાખવી હતી પરંતુ યશવીકાના માતા-પિતાને આ સબંધ સ્વીકારાવામાં ઘણી મુશ્કેલીઓ થઇ હતી. યશવીકા આ અંગે જણાવે છે કે જયારે તેણે તેના પરિવારને પાયલ વિશે જણાવ્યું ત્યારે તેઓના માતા-પિતાએ કહ્યું કે તું છોકરા સાથે લગ્ન કરી લે અને પછી તારી સાથે પાયલને પણ રાખી લેજે.
પણ આ વાતની યશવીકાએ આનાકાની કરીને કહ્યું હતું કે તે જો લગ્ન કરશે તો ફક્ત પાયલ સાથે જ કરશે. એવામાં વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં આ યુગલે લગ્ન કરી લીધા, હાલ આ યુગલ એક યુટ્યુબ ચેનલ પણ ધરાવે છે જેમાં તેઓ પોતાના જીવનસ સાથે જોડાયલ અનેક એવા કિસ્સાઓ લોકો સમક્ષ રજૂ કરે છે.આ લગ્નને હિન્દૂ રીતિરીવાજો અનુસાર પર પાડવામાં આવ્યા હતા. આ યુગલને પાક્કી ખાતરી છે કે તેના આવા લગ્નને દેશમાં જલ્દી જ માન્યતા મળી જશે.