જીવન મા આવો સંઘર્ષ નહી જોયો હોય ! એક વર્ષ ની વયે માતા પિતા ગુમાવ્યા હવે કલેક્ટર બનવાનું સપનુ
આપણી વચ્ચે એવા ઘણા લોકો રહેતા હોય છે, જેમનાં જીવનમાં અનેક દુઃખો હોવા છતાં પણ એ પરિસ્થિતિમાં સુખનું સરનામું શોધવાનો પ્રયાસ કરતા હોય છે. આજે અમે આપણે એક એવા જ તરુણ ની કહાની જણાવીશું. જીવનમાં ભગવાને માતા પિતાની છત્રછાયા છીનવી લીધી અને ત્યારબાદ સંભાળ રાખનાર ફુવાને પણ કોરોનાકાળમાં છીનવી લીધા બાદ તરુણ સાવ નિરાધાર થઈ ગયો. આધાર છીનવાઈ ગયો પરતું મન મક્કમ રાખીને પોતાના સ્વપ્નને પુરા કરવા માટે આજે એકલો જ જીવન જીવી રહ્યો છે.
કહેવાય છે ને કે, ભગવાન જે કંઈ પણ કરે છે બધું જ સારા માટે જ થતું હોય છે. આજે આ બાળક આ ઉંમરે જવાબદારીઓને સનજી રહ્યો છે અને આવડી નાની વયે કલેકટર બનવાનું સપનું પોતાની આંખોમાં રોપ્યું છે, ત્યારે ચાલો આ બાળકના જીવન વિશે જાણીએ કે, કંઈ રીતે તેના જીવનમાં આવો વળાંક આવ્યો. નવસારીનો ધોરણ 12 સાયન્સનો એક વિદ્યાર્થી પોતાના મા-બાપને ગુમાવ્યાં બાદ એકમાત્ર આધાર તેના ફૂવાને પણ કોરોનાં લીધે ગુમાવ્યા. છતાં પણ અડીખમ અને મક્કમ મનોબળ સાથે ધોરણ 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.
શિવમને 12 પાસ કરીને વધુ અભ્યાસ કરવો છે. સાથે જ તેને UPSC પાસ કરી કલેક્ટર પણ બનવું છે.17 વર્ષીય શિવમ અવધેશ શર્મા આદર્શ ઉદાહરણ બન્યો છે.શહેરની વિદ્યાકુંજ શાળામાં ભણતો તેજસ્વી વિદ્યાર્થી શિવમને તેના પ્રિન્સિપાલ આશિષ લાડ સહિત પડોશીએ સાથ આપ્યો છે. શિવમે એક દિવસ DEOનો નંબર શોધીને તે કઈ રીતે ઓછા સમયમાં પરીક્ષા આપશે તેવો પ્રશ્ન કરતા DEOડો. રાજેશ્રી ટંડેલે તેને માર્ગદર્શન આપીને પરીક્ષા આપવાની હિંમત આપી હતી.
આ યુવક આજે પોતાના ફૂવાજીના નામે રહેલી એક 10 બાય 10ની ખોલીમાં અસુવિધા, ગરમી અને એકલતાની સાથે જીવન જીવતો.ફુવાની બચેલી કમાણીમાંથી તે જીવન વ્યતીત કરી રહ્યો છે. રસોઈ, કપડાં, વાસણ ધોવા, જાતે જ પોતાના માંબાપ બનીને શિવમ તમામ મુશ્કેલીઓને મ્હાત આપી જીવન જીવી રહ્યો છે. તેને નાનપણથી જ UPSC પાસ કરીને કલેક્ટર બનવાની ઈચ્છા છે. આટલી બધી મુસીબતો આવી હોવા છતાં એને હાર નથી માની.બીજા બધાને પણ પ્રેરણા આપી રહ્યો છે કે, જીંદગીમાં ગમે તેટલી મુસીબતો આવે પણ ક્યારેય હાર માનવી ના જોઈએ અને મહેનત કરવી જોઈએ.