Gujarat

કરોડો ની કંપની હોવા છતા સામાન્ય કાર મા ફરે છે કંપની ના માલીક ! મુળ ગુજરાતી…

આજે બિઝનેસ ક્ષેત્રમાં ગુજરાતીઓનો દબદબો છે. આજે આપણે એક એવા ગુજરાતી વેપારીની વાત કરીશું જેમની પાસે કરોડો નો વ્યવસાય છે છતાં પણ સામાન્ય કારમાં ફરવાનું જ પસંદ કરે છે. ચાલો ત્યારે આપણે જાણીએ કે આટલી સાદગીપૂર્ણ જીવન જીવનાર આ ગુજરાતી વેપારી કોણ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ,7 fortune 500 કંપનીમાની એક કંપની અજેનું ટર્ન ઓવર છે ૨ લાખ કરોડ.

દુનિયાનું સૌથી મોટું એક્ષપોર્ટ નું કામ કરતી આ રાજેશ એક્સપોર્ટ કંપનીના માલિક છે રાજેશ મહેતા. તેઓ બેગ્લોર માં રહે છે અને મૂળ ગુજરાત ના છે અને છેલ્લા ૩૦ વર્ષથી તેઓ સોનાના ધંધામાં જોડાયેલા.આ કંપની માઇનિંગ એટલે કે સોનાનું ખોદકામ થી માંડી ને રિટેલિંગનું બધું જ કામ કરે છે. ખાણ માંથી સોનાને નીકાળવું, તેને પ્રોસેસ કરવું, સરખો આકાર આપવો, પછી તે સોનાને સાફ કરવું, ડિઝાઇન કરવું અને સોનાને તૈયાર કરવું પછી બધા સુધી પહોંચાડવું અને રિટેઇલ સેલ્સ સુધી વેચી દેવાની આખી ચૈન છે અને આ કંપનીનું આ સોનાના ધંધામાં ૨ લાખ કરોડનું આખા ગ્રૂપનું ટર્ન ઓવર છે.

આ કંપનીએ યુરોપમાં ૫૦૦ યુરોપિયનોને નોકરીએ રાખ્યા છે.
છેલ્લા ત્રીસ વર્ષથી રાજેશ મહેતા આ ધંધામાં કામ કરી રહ્યા છે. આ કંપનીનું ૪૦-૫૦ દેશમાં કામ થઈ રહ્યું છે. ફોર્ચ્યુન 500 માં ભારતની ૭ મોટી કંપની છે જેમાં રિલાયન્સ , સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ,હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, ટાટા મોટર્સ અને રાજેશ એક્ષપોર્ટ નો સમાવેશ થાય છે.દુનિયાની સૌથી મોટી સોનાની રિફાઈનરી સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલી છે જેનું નામ છે વલકામ્બી. આ રિફાઈનરી રાજેશ એક્ષપોર્ટના નામે છે.

સરકારોને સોનાનો સપ્લાય કરે છે અને બુલિયન બેંકને પણ સોનુ આપે છે.આ કંપની કોસ્ટ ઈફેક્ટીવ એટલેકે સસ્તા દરે સોનાના ઘરેણાં બનાવી રહી છે. આ કંપની પાસે ૨૯૦૦ ડિઝાઇનનો એક્ટિવ પોર્ટફોલિયો છે. આ કંપનીએ ૩૦ વર્ષમાં ૧૦ થી ૧૨ લાખ ડિઝાઇન બનાવી છે અને હાલમાં ૨૯૦૦ ડિઝાઇન તેના પોર્ટફોલિયોમાં છે જે વિશ્વમાં સૌથી વધુ ડિઝાઇન ધરાવતો પોર્ટફોલિયો છે.

આ કંપનીના માલિક રાજેશ મહેતા પોતાના પ્રાઇવેટ પ્લેન કે હેલિકોપ્ટર માં ફરી શકે તેવા સક્ષમ છે જો તે ધારે તો પોતાના હવાઈ જહાજમાં બધે મુસાફરી કરી શકે પણ તેઓ સામાન્ય ટોયોટા ઈનોવા માં ફરે છે અને સાદગી થી રહે છે. આ પાછળ નું કારણ જણાવતા રાજેશ મહેતા કહે છે કે જે સફળતા છે તે કંપનીની સફળતા છે પણ આપણે જમીન સાથે જ જોડાયેલા રહેવું જોઈએ તો જ જીવન જીવવામાં મજા આવે.

વર્ષ ૧૯૯૫ માં આ કંપની લિસ્ટ ઇન થઈ ત્યારે તેમણે ૧૦ કરોડ રૂપિયા માર્કેટ માંથી લીધા હતા, ૧૦ રૂપિયાના શેયર આશરે ૫૦ રૂપિયામાં લિસ્ટ કર્યો હતો. આજે એ જ શેર ૩૦૦ ઘણો વધી ગયો છે. જે લોકો એ ૯૫ ની સાલ માં રોકાણ કર્યું હતું અને ૧૦૦ રૂપિયા રોક્યા  હતા તેના અત્યારે ૩ લાખ રૂપિયા થયા છે.આ કંપની શુભ જવેલર્સ નામના ૮૦ શો રૂમ દક્ષિણ ભારતમાં ધરાવે છે અને હવે તેઓ આ શુભ જ્વેલર્સ ને દુનિયામાં લઈ જવા જઈ રહ્યા છે. તેઓ ૩૫૦૦ જેટલા શોરૂમ આખા વિશ્વમાં ખોલશે જેમાંથી ૨૦૦૦ જેટલા શો રૂમ ભારતમાં અને બાકીના ૧૫૦૦ જેટલા શો રૂમ બીજા દેશોમાં ખોલશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!