Entertainment

એક દમ સાદુ જીવન જીવવાનું પસંદ કરે છે ગીતાબેન રબારી જુવો તેમની ખાસ તસ્વીરો

ગુજરાતી સિંગરની જ્યારે વાત કરવામાં આવે , ત્યારે સૌથી પહેલા ગીતાબેન રબારીનું નામ યાદ આવી જાય! આજે આપણે ગીતા રબારીની લાઈફ સ્ટાઈલ જોઈએ તો ખૂબ જ મોર્ડન લાગે છે અને હવે આજના સમયને અનુરૂપ ગીતા રબારીનો પહેરવેશ જોઈને સૌ કોઈને એમ જ લાગે કે, હવે ગીતા રબારી પોતાનું સં સંસ્કૃતિ અને પરંપરા તેમજ સંસ્કારોને ભૂલી ગયા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગીતાબેન રબારી કચ્છના નાના એવા ગામમાંથી આવે છે અને આજે તેઓ ગુજરાતમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

આમ પણ કહેવાય છે ને કે, જે દેખાતું હોય છે એજ વાસ્તવિકતા ન હોય. આજે અમે આપને ગીતાબેન બંનેના જીવન વિશે જણાવશું કે તેઓ સોશિયલ મીડિયામાં ભલે મોર્ડનયુગમાં જોવા મળતા હોય છે પરંતુ તેમની અસલ જીવમમાં ખૂબ જ સાદગી જીવન જીવે છે. ખરેખર તેમનો પહેરવેશ પણ ઘરમાં સામાન્ય હોય છે. સોશિયલ મીડિયાની લાઈફ જે દેખાઈ રહી છે આપણને એ ખરેખર વાસ્તવિકતા હોતી નથી. ત્યારે આજે અમે આપને ગીતા રબારીના અંગત જીવન વિશે પણ એક નજર કરાવીએ.

ગીતાબેન રબારીએ 10 વર્ષની ઉંમરમાં ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી હતી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના હસ્તે ગીતા રબારીને ઇનામ આપેલ. ગીતાબેન રબારીએ કાર્યક્રમમાં ગીત ગાયું હતું અને એટલું મધુર અવાજમાં ગીત સાંભળીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંત્રમુગ્ધ બની ગયા હતા. ઇનામ રૂપે 250આપીને ગીતા બેન ને કહ્યું કે તમે સારું ગાવ છો વધારે પ્રેક્ટિસ કરો બસ ત્યારથી ગીતા બેન નું લક્ષ્ય સંગીતકાર બનવાનું થઈ ગયું.

તેમનું જીવન ત્યારે બદલાયું જ્યારે મનું રબારી થકી તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા. ગીતા બેનનો જન્મ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી. આજે પણ એ પોતાની પરિસ્થિતિને ભુલ્યા નથી અને આટલો વૈભવ હોવા છતાંય પણ સાદગીપૂર્ણ જીવન જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!