અમરેલી : ગામ મા આવી ચડેલા સિંહે ગણતરી વાછડા નો શિકાર કર્યો ! જુઓ દિલધડ વિડીઓ
ગુજરાતના અનેક ગામડા મા વન્ય પ્રાણીઓ ના આટાફેરા વધી રહ્યા છે ક્યારેય સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ ભુલ મા ગામ મા આવી ચડતા હોય છે ત્યારે હાલ સોસીયલ મીડીઆ પર એક વિડીઓ વાયરલ થઈ રહ્યો છે જેમા ગામ જાફરાબાદ મા સિંહ ગામ મા આવી ચડ્યો છે અને સેકન્ડની ગણતરી મા આરામ ફરમાવતા વાછરડા નો શિકાર કરતા સિંહ જોવા મળ્યો હતો.
જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ મા આ ઘટના બની હતી જેમા એક સિંહે પલક ના પલકારે આરામ કરતા વાછરડા નો શિકાર કરી લીધો આ સમગ્ર ઘટના નજીક ના લાગેલા cctv મા કેદ થઈ હતી. આરામ ફરમાવી રહેલા વાછરડાની સિંહે પાછળથી દોડ મૂકી છલાંગ લગાવી શિકાર કર્યો હતો. શિકાર માટે સિંહે તરાપ મારી વાછરડાને ગળાના ભાગે પકડી લીધું હતું, એ બાદ એને પોતાની સાથે લઈ ગયો હતો.
ગામ લોકો પાસે જાણવા મળ્યુ હતુ કે છેલ્લા કેટલાક દિવસથી સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે જેથી ગામ લોકો મા પણ ભય નો માહોલ છે. આ ઉપરાંત હજી બે દિવસ અગાવ જ રાજુલાના વાવડી ગામમાં ત્રણ દિવસ પહેલાં જ એક સિંહણે 15 વર્ષીય કિશોરનો શિકાર કર્યો હતો. આપને જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. જ્યારે અનેક વખત ગામ મા આવી ચડતા હોય છે.
બજારમાં બેઠેલા વાછરડાનો સિંહે કર્યો શિકાર, એવી મજબૂત પકડ બનાવી કે ભાગવાનો કોઇ મોકો ન મળ્યો, જુઓ (LIVE CCTV)#amreli #lothpur #lion #hunting #ViralVideo pic.twitter.com/dB3de3nOQI
— Watch Gujarat (@WatchGujarat) September 24, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.