Gujarat

અમરેલી ના જાબાળ ગામમા આવી ને સિંહે શિકાર કર્યો ! જુવો વિડીઓ

સોશિયલ મીડિયામાં હાલમાં સિંહના શિકારનો વિડિયો બહુ વાયરલ થઈ રહ્યો છે, હાલમાં જ થોડા દિવસ પહેલા બળદ અને સિંહ નો વીડિયો વાયરલ થયો હતો, ત્યારે ફરી એકવાર અમરેલી ના જાબાળ ગામમા આવી ને સિંહે શિકાર કર્યો ! આ ઘટના વિશે જાણીને તમને આશ્ચય પામી જશો.ખરેખર આ ઘટના કોઈ સામાન્ય નથી કારણ કે જ્યારે તમે આ વીડિયોમાં જોશો કે સિંહ કંઈ રીતે શિકાર કરે છે,તો તમારા રૂંવાટા ઉભા થઇ જશે.

આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ કે, કંઈ રીતે સિંહ ગામમાં ઘુસીને પશુનું મારણ કર્યું. એ વાત તો સાચી છે કે, હાલમાં સિંહ નો ત્રાસ બહુ વધી ગયો છે.જંગલોમાંથી બહાર આવિને સિંહો ગામમાં ઘુસી રહ્યા છે. ત્યારે આ કારણે ગામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ માત્ર પહેલીવાર બનેલ ઘટના નથી પરંતુ હાલમાં જ થોડા સમયમાં અનેક ગામોમાં સિંહ શિકાર કર્યા હોય એવા બનાવ બની ગયા છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,અમરેલીના સાવરકુંડલા-રાજુલા હાઈવે પર આવેલા જાબાળ ગામમાં ઘૂસી આવેલા સિંહે કરેલા પશુના શિકારની ઘટના CCTVમાં કેદ થઈ ગયું હતું. વાત જાણે એમ છે કે,જાબાળ ગામમાં રાત્રિના સમયે શિકારની શોધમાં એક સિંહ આવી ચડતા રેઢિયાળ પશુઓમાં નાસભાગ મચી હતી. પશુઓની પાછળ સિંહે દોટ મૂકી એક જ તરાપમાં શિકાર કર્યો હતો.

હાલના સમયમાં સોશિયલ મીડિયામાં જે CCTVનો વીડિયો વાયરલ થયો છે. ગામના રસ્તા પર દસથી વધુ રેઢિયાળ પશુઓ વિરામ કરતા નજરે પડી રહ્યા છે. આ સમયે જ એક સિંહ ની ભણક પડતા જ સૌ પશુઓમાં દોડવા લાગે ચ. સિંહ પણ શિકાર કરવા માટે પશુઓની પાછળ દોડ લગાવે છે. એક પશુ નજીક આવતા જ સિંહ તરાપ લગાવી શિકાર કરવામાં સફળ રહે છે. આ ઘટના ખૂબ જ ભય જનક છે.આ વાતથી ગામ લોકો પોતાના પાલતું પશુઓમાટે ચિંતિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!