અડધી રાત્રે ગામમાં સિંહો ઘુસી આવ્યા અને પછી જે ઘટના ઘટી તે જોઈને અચરજ પામી જશો…
હાલમાં સોશિયલ મીડિયામાં એક અત્યંત ચોંકાવનાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમેં અત્યાર સુધી સિંહના અનેક વીડિયો વાયરલ થતા જોયા હશે, ત્યારે આ વીડિયો જોઈને થોડીકવાર તો તમારી આંખો ખૂલીને ખુલી જ રહી જશે. આમ પણ ગીરના સાવજો જ્યારે નજર સમક્ષ આવે તો કેવી હાલત થાય! તેનું વર્ણન શબ્દોમાં કરવાની જરૂર નથી. આ વીડિયો જોઈને પણ તમને એટલો જ ડર લાગશે.
હાલમાં સોશિયલ મીડિયામાં પર સિંહોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે બે સિંહો ગામના રસ્તાઓ માં વિચરણ કરતા જોવા મળે છે અને સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે કે, આ વીડિયો ધારીના મોરજર ગામનો હોય શકે છે, એવું અનુમાન લગાવામાં આવી રહ્યો છે. આ વિડીયો કોઈ વ્યક્તિ ફોન દ્વારા શૂટ કરેલ છે. આપણે અનેકવાર આવા વાયરલ વીડિયો જોયેલાં છે, જેમાં સિંહ ગામમાં ઘૂસને ક્યારેક શિકાર કરે છે તો ક્યારેક વિચરણ કરીને ચાલ્યા જાય છે.
આ વીડિયો ક્યારે તમે પ્લે કરશો તો જોઈ શકો છો કે, રસ્તા બે સિંહો લટાર મારી રહ્યા છે અને જ્યારે સિંહ આગળ વધે છે, ત્યારે શેરીમાં કુતરાઓ ભસવા લાગે છે અને અચાનક થી એક વાછરડું દોડતું આવે છે અને તેની પાછળ એક ગાય પણ સિંહ થી બચવા દોડતી આવે છે પરંતુ બંને જ સિંહો આગળ આવી જાય છે અને ગાયને પકડે એ પહેલાં જ વીડિયો પૂર્ણ થઈ જાય છે. સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સિંહો ભૂખ્યા હોવાને કારણે શિકારની શોધમાં સિંહો સિંહો આવી ચડ્યા હતા જેના કારણે 1 પશુનો શિકાર પણ કર્યો હોવાની વાત સામે આવી રહી છે.
આ વીડિયો જોતાં જ કોઈપણ અચરજ પામી જાય કે, જો આ દરમિયાન કોઈ વ્યક્તિ સામે આવી ગયું હોત તો શું બનાવ બની જાય! આપણે જાણીએ છે કે, સિંહો ગીર અને અમરેલી તેમજ ધારી બાજુના વિસ્તારોમાં વસવાટ કરે છે પરંતુ તેઓ જંગલમાંથી બહાર નીકળીને અવારનવાર ગામોમાં શિકાર માટે આવે છે, આ કોઈ પહેલી ઘટના નથી કે સિંહો આવી રીતે ગામોમાં ઘુસ્યા હોય પરંતુ આ ઘટના પરથી એ જોઈ શકાય કંઈ રીતે સિંહ શિકારને પકડે છે.