SMC ના દરોડાઓ બાદ સ્થાનિક પોલીસ પણ એક્ટીવ થઈ ! કુલ 6 જગ્યાઓ પર દરોડા મા અધધધ…આટલો દારુ..
ગુજરાત ના બોટાદ જીલ્લા મા લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ અને સ્ટેટ મોનિટરીંગ સેલ ઘણી એક્ટીવ થઇ છે અને ગુજરાત ના વિવિધ શહિરો મા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડી ને મોટા પ્રમાણ મા વિદેશી દારુ નો જથ્થો ઝડપવા મા આવી રહ્યો છે. જયારે હાલ જ અંજારમાં એક વર્ષથી પાર્ટનરશીપમાં ચાલતા જુગાર ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યા બાદ હવે રાજસ્થાનથી પડાણા પહોંચેલા ભચાઉના બુટલેગરના રૂ.8.11 લાખના દારૂ-બિયર સાથે ચાલકને પકડતાં પુર્વ કચ્છ બેડામાં રીતસર હડકંપ મચી જવા પામ્યો છે. જયારે હવે સ્થાનિક પોલીસ પણ આ બાબતે એક્ટીવ જોવા મળી રહી છે.
જ્યારે હાલજ ગાંધીનગર એસએમસીની ટીમ ને પીએસઆઇ એસ.આર.શર્માને ભચાઉ પહોંચતાં બાતમી મળી હતી કે,રાજસ્થાન તરફથી કચ્છ પાસિંગના ટેંકરમાં વિદેશી દારુનો જથ્થો આવી રહ્યો છે અને ભચાઉના અશોકસિંહ ઉર્ફે મામા જાડેજાને ત્યાં ખાલી કરવાના છે. જયારે આ બાતમી ને આધારે રૂ.8,11,180 ની કિંમતના દારૂ અને બિયરના 3127 બોટલો અને ટીન મળી આવતાં ચાલક માંગીલાલની અટક કરી હતી જયારે જથ્થો મગાવનાર અશોકસિંહ ઉર્ફે મામા જાડેજા અને તપાસમાં જે નીકળે તેમના વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવી તપાસ સોંપી હતી.

જ્યારે અન્ય એક કિસ્સા મા ભચાવ તાલુકા માથી પણ બાતમી ને આધારે જાણવા મળ્યુ હતુ કે ભચાવ ના રહેણાકી મકાન મા દારુ છુપાવેલો છે ત્યારે ભચાઉ પોલીસે ત્યાં દરોડો પાડી રૂ.16,800 ની કિંમતના વિદેશી દારૂની 48 બોટલ અને રૂ.54,400 ની કિંમતના 544 ક્વાર્ટરીયા મળી કુલ રૂ.71,200 નો દારૂ અને 5 લાખની કિંમતના વાહન સાથે ભવાન ખીમા કોલીને નામના શખ્સ ને પકડી લીધો હતો.

આ ઉપરાંત (1) કડોલના મકાનમાંથી 28 હજારના દારૂ-બીયર સાથે 1ની ધરપકડ (2) (3)ગળપાદરમાં ટાંકામાંથી 1.47 લાખનો દારૂ મળ્યો (4)નમો ટી પોઇન્ટમાંથી 15 હજારનો ‘ઇંગ્લીશ’ જપ્ત કરવા મા આવ્યા હતો આમ અલગ અલગ 6 સ્થળો પર રેડ કરી ને દારુ નો મોટો જથ્થો પકડી લેવામા આવ્યો હતો.
