ગોંડલમાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે! વિડીયો જોઈને તમારું પણ કાળજું કંપી જશે, જુઓ વિડીયો
ગુજરાતના અનેક શહેરોમાં કાલે ધોધમાર અને ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. ચોમાસાની ઋતુનો આ પહેલો જ વરસાદ અતિ ભારે હતો. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગઈ કાલે ધોધમાર વરસાદ સાથે વીજળી પણ થતી હતી. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ગોંડલ તાલુકાના વેજાગામ માં વરસતા વરસાદ ની વચ્ચે વૃક્ષ પર વીજળી પડી લાઈવ દ્રશ્યો થયા કેમેરા માં કેદ થયા છે.
આ વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે, એક પુલ પરથી કાર પસાર થઇ રહી છે, ત્યારે અચાનક જ વીજળી પુલ પાસે રહેલ વૃક્ષ પર પડે છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈ દુર્ઘટના નથી ઘટી પરંતુ આ દ્રશ્યો કાળજું કંપાવી દે તેવા છે. આપણે જાણીએ છે કે વીજળી પડવાના કારણે અનેક અબોલા જીવ તેમજ નિર્દોષ વ્યક્તિને પણ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
ચોમાસાની ઋતુમાં પૂર અને વીજળીથી બચવા માટે ટીપ્સ:
પૂર: હવામાનની આગાહી પર નજર રાખો: ચોમાસા દરમિયાન ભારે વરસાદની આગાહી હોય તો, નદી કિનારા, નીચાણવાળા વિસ્તારો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાનું ટાળો.
સરકારી સૂચનાઓનું પાલન કરો: જો સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ખાલી કરવાનો આદેશ આપવામાં આવે તો તાત્કાલિક ઘર ખાલી કરી સુરક્ષિત સ્થળે જાઓ.
જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરો: પૂરની સ્થિતિમાં ફસાઈ જવાની ઘટનામાં ખોરાક, પાણી, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરી રાખો.
બિનજરૂરી મુસાફરી ટાળો: ભારે વરસાદ દરમિયાન મુસાફરી કરવાનું ટાળો, ખાસ કરીને જો રસ્તાઓ ખરાબ હોય અથવા પૂરની શક્યતા હોય.
વીજળીના ઉપકરણોથી દૂર રહો: પૂરના પાણીમાં ડૂબેલા વીજળીના ઉપકરણોથી દૂર રહો કારણ કે તેનાથી વીજળીનો ઝટકો લાગી શકે છે.
વીજળી: આશ્રય શોધો: જો તમે ભારે ગર્જના સાંભળો છો અથવા વીજળી ચમકતી જુઓ છો, તો તાત્કાલિક મજબૂત ઇમારતમાં આશ્રય શોધો અને ખુલ્લા વિસ્તારમાં રહેવાનું ટાળો.
ઊંચા વૃક્ષો અને ધાતુની વસ્તુઓથી દૂર રહો: વીજળી ઊંચા વૃક્ષો અને ધાતુની વસ્તુઓમાં ઘણીવાર ટકરાય છે, તેથી તેમનાથી દૂર રહો.
વીજળીના ઉપકરણોનો ઉપયોગ ટાળો: વીજળીના ગર્જના દરમિયાન ઘરેલું ઉપકરણોનો ઉપયોગ ટાળો,
મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો: વીજળીના ગર્જના દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો કારણ કે તે વીજળીનું આકર્ષણ બની શકે છે.
આ વાતનું ખાસ ધ્યાન રાખીને જો પાલન કરરશો તો તમે ચોમાસા દરમિયાન પૂર અને વીજળીથી થતા અકસ્માતોથી બચી શકો છો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.