લોક ગાયિકા વૈશાલી હત્યાકાંડ મા થયો મોટો ખુલાસો!સોપારી લેનાર કોન્ટ્રાકટ કિલરને 8 લાખ
આપણે સૌ જાણીએ છે કે, હાલમાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા વૈશાલી બલસારાનો હત્યા કાંડ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો.હાલમા જ આ ઘટના અંગે એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ ઘટના અંગે એક નજર કરીએ તો વૈશાલી બલસારા પાસેથી કાપડની દુકાનની સંચાલિકા બબીતા કૌશિકે ધંધામાં માલ સામાન ભરવા અને દુકાન માટે વૈશાલી પાસેથી રૂ. 20 લાખ વ્યાજે 6 મહીનપહેલ લીધા હતા.
વ્યાજ કે મુદ્દલ બબીતા આપતી ન હોવાથી વૈશાળીએ 27 સપ્ટેમ્બર સુધીમાં વ્યાજની રકમની માંગણી કરી હતી. જેથી બબીતાએ કોન્ટ્રાક્ટ કિલર બોલાવી વૈશાલીની હત્યા કરવી હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આજ રોજ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. વૈશાલીની હત્યા કેસનો મુખ્ય હત્યારો સુખવિન્દર ઉર્ફે ઇલુ ઉર્ફે સુખાભાટીની ધરપકડ કરવામાં આવી છે.
વૈશાલીને ખતમ કરવા માટે બબીતાએ પંજાબમા રહેતા તેના સોશ્યલ મીડિયા ફ્રેન્ડ સાથે વાત શેર કરી હતી. સોશ્યલ મીડિયા ફ્રેન્ડે વૈશાલી બલસારાની હત્યા કરવાની સોપારીના રૂ. 10 લાખની માંગણી કરી હતી. બબીતાએ રૂ. 8 લાખમાં ડિલ ફાઇનલ કરી હતી. કોન્ટ્રાકટ કિલર ગ્રુપને બબીતાએ 27 ઓગષ્ટના રોજ સવારે વલસાડ ખાતે બોલાવ્યા હતાપારનેરા ખાતે આવેલા પશુ દવાખાના પાસેના તળાવ કિનારે આરોપીઓએ હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
કોન્ટ્રાકટ કિલરે બબીતાની હાજરીમાં વૈશાલીની કારમાં વૈશાલીની નજર ચૂકવી પહેલા ક્લોરોફોર્મ સૂંધાડી બેભાન કર્યા બાદ સ્કાપ વડે વૈશાલીની હત્યા કરી તેની કારમાં લાશને પારડી પાર નદી કિનારે અવારું જગ્યામાં લાશ મૂકી ગયા હતાબબીતાના રિમાન્ડ દરમિયાન પારડી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું.
જે ત્રિલોકસિંગ સાથેના રીકન્સ્ટ્રકશનમાં વિસંગતતા હોવાનું પારડી પોલીસે જણાવ્યું હતું. બબીતા વૈશાલીની હત્યા સમયે તેની હાજરી હોવાનું ત્રિલોકસિંગ જણાવી રહ્યો છે. પારડી પોલીસની ટીમ બબીતાના વધુ રિમાન્ડ માટે ફરી રિમાન્ડ અરજી રજુ કરી હતી. બબીતાના વકીલ અયાઝ શેખે ધારદાર દલીલો કરીને બબીતાની વધુ રિમાન્ડ ન મળે તે માટે પ્રયાસો કર્યા હતા.