Gujarat

મેળામાં બે લોકોનાં મોત મામલે 10 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ ! ઘટના એવી ઘટી હતી કે..

હાલમાં જ જન્માષ્ટમીના તહેવારમાં અનેક શહેરોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે હાલમાં ગોંડલ શહેરમાં બનેલી દુઃખદ ઘટના સામેં આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગોંડલમાં લોક મેળાના પ્રથમ દિવસે જ વીજ શૉક લાગવાને કારણે ફાયર બ્રિગેડના જવાન અને ટીઆરબી જવાનનું મોત થયું હતું. આ જ કારણે મૃતકના પરિવારે 10 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે, ત્યારે આ તમામ 10 વ્યક્તિઓને શા માટે જવાબદાર ઠરાવ્યાં છે, એ જાણીને તમે પણ ચોંકી જશો.

આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો, ગોંડલનાં લોક મેળામાં પ્રથમ દિવસે જ  નગરપાલિકામાં ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીને તેમજ ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા યુવાનને વીજ શૉક લાગતા મુત્યુ થયેલ. આ દુઃખ ઘટના અંગે જાણીએ તો હીતેશ કોબિયા અને  પાર્થ તથા ભૌતિક એમ બધા સંગ્રામસિંહજી હાઇસ્કૂલના લોકમેળામા ગયા હતા.

સ્ટેજની સામેના લોંખડના ટાવર પાસે અમે બધા ઊભા હતા. ત્યારે ટાવરમા મને તથા પાર્થને ઇલેકટ્રિક શૉક લાગતા અને બંને ફેંકાઇ ગયા હતા. ભૌતિકની પીઠ ટાવરમાં અડી જતા તેને ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો અને ટાવર સાથે ચોંટી ગયો હતો.”જેથી સામે એમ્બ્યુલન્સ પડી હોવાથી  તેના મિત્ર અને પાર્થ તથા ફાયર બ્રિગેડ જવાન ભૌતિકને લઇ જવા ઉંચકતા ફરીવાર શૉક લાગતા ફાયર બ્રિગેડના જવાન નામ નરસિંહ ઠાકોર  પણ ટાવર સાઇડ ફંગોળાઇ ગયા હતા.

જેથી સારવાર અર્થે તેમને પણ ગોંડલ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવતા તેમને બંને ને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. આખરે આ ઘટના ચાર દિવસ બાદ ભાવિક કિરીટભાઈ પોપટ નામની વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા પોલીસે આખરે લોકમેળાના સાત આયોજકો તેમજ ઈલેક્ટ્રિક કામ કરનારા ત્રણ વ્યક્તિઓની  શોધખોળ શરૂ કરી છે.

ગોંડલ સિટી પોલીસ મથકમાં (૧)જયેશભાઈ નારણભાઈ સાનીયા (૨) મહેશભાઈ ઉર્ફે મયુર ચંદુભાઈ મેવાડા (૩ )સાગરભાઈ રાજુભાઈ મેવાડા (૪) સંજયભાઈ ભીમાભાઈ ડાંગર (૫ )ભરતભાઈ હરીભાઈ ગોલતર (૬) મનોજભાઈ રતાભાઈ લાંબકા (૭) વિજયભાઈ જેઠાભાઈ ટોળીયા (૮ )લોકમેળાનો ઇલેટ્રીક લાઈટિંગનો લોન્ટ્રાક્ટ રાખનાર પ્રદીપભાઈ ધનજીભાઈ વઘાસીયા તથા ઇલેટ્રીક લાઈટીંગનું ફીટિંગ કરનાર (૯ )અશ્વિન ભુપતભાઈ મોરખીયા (૧૦) નવનીત ધીરૂભાઈ લાલકીયા સામે સીટી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!