Gujarat

ગુજરાતીઓનો વટ તો જુઓ ભાઈ! ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગીતાબેન રબારીએ ગાયું ટેટુડો ગીત, વિડીયો જોઈને તમે પણ વખાણ કરતા નહીં થાકો….જુઓ વિડીયો

હાલમાં ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, ત્યારે તેમને અનેક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, હાલમાં જ એક વિડીયો શેર કર્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, ગીતાબેન રબારી તમામ ટિમ મેમ્બર સાથે ટેટૂડો ગીત ગાઈ રહ્યા છે, અને ગીતાબેન રબારી સૌ કોઈ લોકોને પોતાના ગરબા ઈવેન્ટ્સ વિષે માહિતી આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સિડની સીટીમાં પ્રિ નિવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, આ અંગે તેમને ટૂંકમાં માહિતી સોંશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી છે.સિડનીના લોકો, ધમાલ માટે તૈયાર થાઓ! ગીતાબેન રબારી લાવી રહ્યા છે છોગાડા રે ના સૂર!! ગુજરાતી જાલસો ઈવેન્ટ્સ, વિયા ઈમ્પોર્ટ્સ પ્ટાય લી. ટી/એ પેકવેલ ઓસ્ટ્રેલિયા અને વિક્ટરી ગ્રુપ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે “ છોગાડા રે નવરાત્રી ૨૦૨૪” ગીતાબેન રબારી દ્વારા ગુજરાતી ગીતોની રમઝટ.

નવરાત્રી પહેલાની આ સિઝનમાં સૌથી ટ્રેન્ડિંગ ફોક ગરબાનો અનુભવ કરવા માટે તૈયાર થઈ જાઓ!

તારીખ: શુક્રવાર, ૨૮મી જૂન
સમય: સાંજે ૭ વાગ્યે (7 PM)
સ્થળ: વ્હીટલેમ લેઝર સેન્ટર
આવનાર આ રોમાંચક રાત્રીને ચુકી ન જતા.

અત્યારે જ ટિકિટ બુક કરાવો! ટિકિટ ક્યાંથી મળશે તે માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

ખરેખર ગીતાબેન રબારીના જેટલા પણ વખાણ આપણે કરીએ એટલા ઓછા છે, આજે તેઓ દેશ વિદેશમાં આપણી પંરપરા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. જે ખુબ જ વખાણવા લાયક વાત છે. હવે ટૂંક જ સમયમાં ઑસ્ટ્રલિયામાં પણ ગુજરાતી ગરબાની રમઝટ બોલશે. આ પહેલા પણ ગીતાબેન રબારી પૃથ્વી રબારી સાથે ઑસ્ટ્રલિયાના પ્રવાસ પર ગયા હતા અને ફરી એકવાર તેમને સિડની સીટીની મુલાકાત લઇને ખાસ તસવીરો શેર કરી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતના લોકપ્રિય ગાયિકા તરીકે ગીતાબેન રબારીનું નામ સૌથી મોખરે આવે છે અને આ જ કારણે તેમની બોલબાલા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં છે. ઓક તરફ ગુજરાતમાં લોકો આતુરતા પૂર્વક નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ પ્રિ નવરાત્રી મનાવી રહ્યા છે, ખરેખર વિદેશમાં વસતા ગુજરાતીઓ તમામ ભાગ્યશાળી છે કે, તેમને બે-બે વાર ગરબાની રમઝટ માણવા મળે છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!