ગુજરાતના લોક સાહીત્યકાર રાજભા ગઢવીની સાદગી તો જુઓ! ગીરના નેશમાં ભેંસ દોહી…..જુઓ આ ખાસ તસવીરો આવી સામે
ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર તરીકે રાજભા ગઢવીનું નામ મોખરે આવે છે, ત્યારે હાલમાં જ રાજભા ગઢવીની ખાસ તસવીરો સામે આવી રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકશો કે, રાજભા ગઢવી એક ભેસને દોહી રહ્યા છે. આ તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. સૌ કોઈ તેમના કાર્યને બિરદાવી રહ્યા છે. રાજભા ગઢવીને પશુઓ પ્રત્યે અતૂટ લગાવ કારણ કે તેઓ તેઓ ગાંડી ગીરના રહેવાસી. ચાલો અમે આપને રાજભા ગઢવીના જીવન વિષે ટૂંકમાં જણાવીએ.
રાજભા ગઢવી ના અંગત જીવન અંગે કરીએ તો તેમનો જન્મ અમરેલી ના કનકાઈ બાણેજ માં ગીર લીલાપાણી ના નેશમાં થયો હતો. જોકે રાજભા ગઢવીએ કોઈ પણ પ્રકારનો અભ્યાસ મેળવ્યો નથી.પોતાની આવડત અને કુશળતા નાં આધારે અભ્યાસ ના હોવા છતા પણ રાજભા ગઢવીએ અનેક રચનાઓ કરી છે તેઓ એક સારા લોક સાહિત્યકાર કવિ અને ગીતના રચયીતા પણ છે.બાળપણથી જ રાજભા ગઢવી ગીરના જંગલોમાં કુદરત ના ખોળેજ ખેલીને મોટા થયા છે કે જે તેમની બોલવાની છટા અને તેમની ભાષા શેલીમાં જોઈ શકાય છે.
શરૂઆત થી જ પશુ પાલન સાથે જોડાયેલા રાજભા ગઢવી આજે પણ ઘરમાં અનેક પશુઓ સાચવે છે શરૂઆત માં આજ પ્રવૃત્તિ કરી પોતાની અને ઘરનું ગુજરાન ચલાવતા હતા જોકે હાલમાં રાજભા ગઢવી ગીરને બદલે જુનાગઢ માં વસ્યા છે. બાળપણ માં જ પશુઓ ચરાવવા જતા રાજભા ગઢવી રેડિયો પર ભજન સંભાળતા અને ગાતા હતા તેવામાં એક વખત વર્ષ ૨૦૦૧ માં સતાધાર પાસે ના રામપરા ગામમાં એક કાર્યક્રમ માં બોલાવવામાં આવેલ મુખ્ય કલાકારો મોડા પડ્યા ત્યારે રાજભા ગઢવી ને સ્ટેજ પર જવાનો મોકો મળ્યો. બસ તેમના જીવનનો એ વળાંક આપણે જોઈ શકીએ છે કે, આજે તેઓ ક્યાં સ્થાન પર છે. આ છે સમયની તાકાત જે વ્યક્તિનું જીવન ગમે ત્યારે બદલી શકે છે.
આ જગતમાં સમય ક્યારેય કોઈનો થયો નથી અને થશે પણ નહિ તેમજ સમયને બદલાતા વાર પણ નથી લાગતી. રાજભા ગઢવીનું જીવન એવું બદલાઈ ગયું છે કે, આજેદેશ વિદેશમાં તેમની બોલબાલા છે અને લોકોએ પણ તેમણે ખૂબ જ પ્રેમ અને લાગણીનોભાવ આપ્યો છે અને આ જ કારણે લોકોના હદયમાં તેમની ખાસ જગ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.