Gujarat

સુરતમાં પ્રેમસંબંધ બન્યો લોહીયાળ!! પ્રેમિકાની સગાઈ થઈ જતા પ્રેંમીએ ઘરે જઈને પ્રેમિકાને છરીના ઘા ઝિક્યાં બાદમાં પોતે પણ અગ્નિસ્નાન કર્યું…

ગુજરાતમાં દિવસેને દિવસે અનેક હત્યાના બનાવો બનતાં હોય છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં પણ એક કાળજું કંપાવી દેનાર ઘટના સામે આવી છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ અને ચેતવણી સમાન છે. દિવ્ય ભાસ્કરના  અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે,  સુરતના પાસોદરા વિસ્તારમાં  19 વર્ષીય પલ્લવી નામની યુવતીને  26 વર્ષીય અંકિત જયંતીભાઈ ભામણાએ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને ત્યારબાદ યુવકે પોતાને ઘટના સ્થળે જ અગ્નિ સ્નાન કરીને આપઘાત કરી લીધેલ.

આ દુઃખદ બનાવના પગલે યુવકના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. યુવકે આવું શા માટે કર્યું છે તે અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર  યુવતીને ચપ્પુના ઘા મારતા ગંભીર તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ પરંતુ એક મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ યુવતીએ પણ જીવ ગુમાવ્યો.

યુવકે હત્યાનો ખેલ શા માટે રચ્યો તે અંગે જાણીએ તો
યુવક અને યુવતી વચ્ચે ૬ મહિના થી પ્રેમ સંબંધ હતો પરંતુ યુવતીની સગાઇ અન્ય યુવક સાથે થઈ જતાં યુવકે પોતાની જ પ્રેમિકાનો જીવ લેવા તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને યુવકે પ્રેમિકા પર જીવલેણ હુમલો કર્યા બાદ  પોતાની ઘરે જઈને અગ્નિ સ્નાન કરીને આપઘાત કરી લીધેલ. આ બનાવ અંગે હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૌથી ખાસ વાત એ કે બને યુગલના પરિવાર વચ્ચે પારિવારિક સંબંધ હતો પરંતુ  તેમને આ પ્રેમ સંબંધ વિશે ખબર ન હતી.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!