યુવતી ને પ્રેમ કરવો ભારે પડ્યુ ! સગાઈ બીજે થતા પ્રેમ એ એવુ કર્યુ કે યુવતી ની સગાઈ પણ ટુટી ગઈ અને સાથે….
હાલમાં જ એક એવી ઘટના બની જે દરેક પ્રેમીઓ માટે ચોંકાવનાર કિસ્સો છે. વાત જાણે એમ છે ને યુવતી ને પ્રેમ કરવો ભારે પડ્યુ ! સગાઈ બીજે થતા પ્રેમ એ એવુ કર્યુ કે યુવતી ની સગાઈ પણ ટુટી ગઈ અને સાથ એવી ઘટના બની જે ખૂબ જ ચોંકાવી દેનાર છે. આપણે જાણીએ છે કે, દિવસે ને દિવસે પ્રેમ પ્રકરણના અનેક બનાવો બને છે.સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,મુળ પોરબંદરની અને હાલ રાજકોટમાં રહી બીએસસી નર્સિંદના ચોથા વર્ષમાં અભ્યાસ કરી કોલેજની હોસ્ટેલમાં રહેતી યુવતીએ નબીલ બદરુદિન જીવાણી સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં તેને ઉકેલ કર્યો છે કે એક વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ડ્યૂટી દરમિયાન આરોપીના પિતા દાખલ હોવાથી તેના સંપર્કમાં આવી હતી. નંબરની આપ લે કર્યા બાદ વાતચીત શરૂ થઈ અને એક જ જ્ઞાતિનો હોવાથી પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારે ખરેખર જાણવા મળ્યું છે કે,જાણવા મળ્યું કે, યુવક કોઈ કામ ધંધો ન કરતો હોવાથી પરિવારે લગ્નની ના પાડી અને બને વચ્ચે બ્રેકઅપ થયું હતું.
પાંચ મહિના પહેલા આ બનાવ બનેલો અને 18 માર્ચે મૂળ પોરબંદરના અને આફ્રિકામાં રહેતા યુવક સાથે યુવતીની સગાઈ નક્કી થઈ હતી. યુવતીએ ભાવિ પતિ સાથેનો ફોટો સ્ટેટસમાં મૂકતા પ્રેમી જોઈ ગયો અને યુવતીને ફોન કરીને ધમકી આપવા લાગ્યો હતો.તારે મારી સાથે જ પરણવું પડશે’ કહીને ભાવિ પતિને ફોટા સેન્ડ કરીને સગાઈ તોડાવી દેતા નર્સિંગની છાત્રાએ ધરારપ્રેમી સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપીએ જે યુવક સાથે સગાઈ થઈ હતી તેને ફોન કરીને પ્રેમસંબંધ હતો તે વખતના બંનેના સાથે ફોટા મોકલતા સગાઈ તૂટી ગઈ હતી. છતાંય કોલેજ સુધી પીછો કરીને આપઘાત કરી લેવાની પણ ધમકી આપતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ત્યારે ખરેખર યુવતીએ ત્રાસીને આખરે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પ્રેમી ને પકડીને પાડ્યો હતો.