પ્રેમ સંબંધ ના ગાંડપણ નો કરુણ અંત આવ્યો એક સાથે બે જીવ ગયા…
ખરેખર પ્રેમ એટલે જીવનનો સૌથી યાદગાર સમય. આ સમયમાં બે યુગલો વચ્ચેનું મિલન એ જીવન ભરનો સથવારો બને છે પરંતુ આજના સમયમાં એવું નથી. એક તરફી પ્રેમના લીધે અનેક ઘટનાઓ બનતી હોય છે જેની કલ્પના કરવી પણ અશક્ય છે. આજે આપણે વાત કરીશું એવા જ એક પ્રેમીની જેણે પોતાની પ્રેમિકાની તો હત્યા કરી નાખી પંરતું પછી જે થયું એ ખૂબ જ ચોંકાવનારી બાબત છે. ચાલો આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ.
પ્રેમના લીધે ફરી એક જીવ ગયો. ફરી એકવાર નિર્દોષ યુવતીએ પ્રેમસંબંધમાં જીવ ગુમાવવો પડ્યો. વાત જાણે એમ છે કે, વલસાડના રોણવેલ ગામમાં રહેતી યુવતીની હત્યા કરી તેના પ્રેમીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હાલમાં સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે, ત્યારે આ યુવતીનાં જીવનનો અંત પણ સોશિયલ મીડિયા દ્વારા થયેલ પ્રેમના લીધે આવ્યો.પોલીસે મૃતક પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે વધુ જાણીએ તો વલસાડના રોણવેલ ગામે રહેતી પાયલ પટેલ અને નાની સરોણ ગામના સ્મિત પટેલ વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ સંબંધ બંધાયો.22મી તારીખે પાયલ ઘર પર એકલી જ હતી. જેની જાણ થતા સ્મિત પટેલે તને મળવા માટે પહોંચ્યો હતો. આ સમયે કોઈ કારણોસર પ્રેમીયુગલ વચ્ચે ઝઘડો થતા સ્મિત પટેલે પાયલનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે પરિવાજનો ઘરે આવ્યા ત્યારે બેડરૂમમાં પલંગ ઉપર મૃત હાલતમાં મળી આવી હતી. પાયલની હત્યા સ્મિત પટેલે કરી હોવાની આશંકા વલસાડ રૂરલ પોલીસ મથકે દર્શાવી હતી.
ગામમાં તપાસ કરતા સ્મિત પટેલની બાઈક અને મોબાઈલ તળાવના કિનારે પડેલી હાલતમાં મળ્યા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમે સ્થાનિક તરવૈયાઓ અને ચંદ્રપુરના તરવૈયાઓની મદદ લઈને તળાવમાં સ્મિતની લાશની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત્રી સુધી સ્મિતની લાશની શોધખોળ હાથ ધરી હતી પરંતુ, લાશ મળી આવી ન હતી. આજ રોજ સવારે સ્મિત પટેલની લાશ મળી આવી હતી.પોલીસે મૃતક પ્રેમી વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.