Entertainment

પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને ઊંઘની દવા આપીને હત્યા કરી અને એ જ રૂમમાં કર્યું આવું કામ…

લગ્ન સંબંધમાં જ્યારે ત્રીજી વ્યક્તિનું આગમન થાય ત્યારે જીવન બરબાદ થઈ જાય છે.ખરેખર હાલમાં જ એક એવી પરિસ્થિતિ સર્જાઈ કે, જેમાં પત્નીને તેના આડા સંબંધને બચાવવા પોતાના જ પતિ ને મારી નાખ્યો અને એ જાણીને નવાઈ લાગશે કે, આ બનાવ કંઈ રીતે બન્યો. અમે આપને તમામ માહિતી જણાવીશું કે આ તમામ બનાવ કંઈ રિતે બન્યો હતો.

સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,  વસ્ત્રાલમાં રહેનાર વેપારીની તેની પત્ની અને પત્નીના પ્રેમીએ સાથે મળીને હત્યા કરીને આ ઘટના દબાવી દીધી હતી. ખરેખર આ ઘટના ખૂબ ન ચોંકાવનારી હતી.ક્રાઇમ બ્રાન્ચને સામાન્ય કડી મળતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી લીધા છે.તમને જાણીને નવાઈ લાગશે કે વ્યક્તિની હત્યા કર્યા બાદ પણ બંને પ્રેમીપંખીડાઓ એ આખી રાત સાથે એ રૂમમાં જ પસાર કરી હતી. આ કેશ એવો હતો કે હાલ આ મર્ડર મિસ્ટ્રી ઉકેલવા બદલ ક્રાઇમ બ્રાન્ચની ખૂબ સરાહના થઇ રહી છે. આખી ઘટના ફિલ્મી બનાવ જેવી બની હતી.

મંગલ જ્યોત સોસાયટીમાં બિપિનચંદ્ર પટેલ રહેતા હતા. તેમના લગ્ન દીપ્તિબહેન સાથે થયા હતા.  સવારે દીપ્તિબહેને 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ઘરે બોલાવીને કહ્યું કે, તેના પતિની તબિયત બગડી છે જેથી હોસ્પિટલ લઈ ગયેલ જ્યાં બિપિનને એટેક આવ્યો છે  એવું કહ્યું અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બિપિનની અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી હતી.

કહેવાય ને કે સત્ય બહાર આવી જાય છે એવી જ રીતે
દીપ્તિ અને સૌરભ વચ્ચેના સંબંધને લઈને લોકોને શંકા થવા લાગી હતી. વેપારી બિપિનનું મોત શંકાસ્પદ છે તેવી બાતમી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળી હતી. બિપિનભાઈનું મોત કુદરતી નહીં પણ હત્યા હોવાનું સાબિત થયું છે.ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી અને સૌરભનું ઘર બિપિનના ઘરની સામે જ હતું અને બંને વચ્ચે કોઈ અનૈતિક સંબંધ હોવાની કડીઓ મળવા લાગી હતી. સૌરભ સાથે કામ કરતા જતીન પડ્યાની પોલીસે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જે દિવસે બિપિનભાઈની હત્યા થઈ ત્યારે તેને જતીન પડ્યા પાસે ઊંઘની ગોળીઓ લીધી હતી.

પોલીસે સૌરભ અને દીપ્તિ પર શંકા જતાં તપાસ આગળ વધારી હતી. બનાવના દિવસે સૌરભે દીપ્તિને ઊંઘની ગોળીઓ આપી હતી. જેમાંથી 4 ગોળી દીપ્તિએ બિપિનના દૂધમાં ભેળવીને પીવડાવી દીધું હતું. બિપિન સુઈ ગયા બાદ દીપ્તિએ સૌરભને ઘરમાં બોલાવ્યો અને પહેલા બિપિનને માસ્ક પહેરાવ્યું હતું. ત્યાર બાદ તેના પર સેલોટેપ લગાડી દીધી અને મોઢા પર ઓશિકું મૂકીને ગુગળાવીને મારી નાખ્યો હતો. પ્રમાણે દીપ્તિ અને સૌરભે હત્યાને કુદરતી મોતમાં ખપાવી દીધું હતું. ઓગસ્ટ મહિનામાં થયેલી હત્યા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલીને આરોપીને સળિયા પાછળ ધકેલી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!