Gujarat

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે કહ્યુ સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાટીદારની 300 દીકરીને જેહાદના નામે ઉઠાવી ગયા’

દેશ અને રાજ્યમા અનેક વખત લવ જીહાદ ના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે આ મુદ્દે અનેક વખત અનેક રજુઆતો થઈ છે ત્યારે ફરી આ મુદ્દા એ જોર પકડ્યું છે પાટીદારોની મોટી સંસ્થા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજ જોગ સૂચક નિવેદન આપ્યું છે. જે હાલ ઘણુ ચર્ચા મા છે.

આર.પી.પટેલે કહ્યું હતું કે પાટીદારની દીકરીઓને જેહાદીઓ ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે. સમાજે ચેતી જવાની જરૂર. સમાજના વડીલો ઝડપથી જાગી જાય, નહીંતર ખૂબ મોટી તકલીફ આવનારા સમયમાં પડવાની છે. જો સુરતના એક જ સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદારની 300 દીકરીને જેહાદી પ્રવૃત્તિ કે પછી પ્રેમજાળમાં ફસાવી જવાની ફરિયાદ નોંધાઈ હોય તો સમગ્ર રાજ્યમાં શી સ્થિતિ હશે.

આ પ્રથમ વખત નથી જયારે આર.પી પટેલ આ મુદ્દે કોઈ નિવેદન ના આપ્યું હોય આ અગાવ પણ તેવા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દીકરીઓના લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા મુદ્દે આવેદન આપેલું હતું. કોઈપણ દીકરીના લગ્ન રજિસ્ટ્રેશન વખતે જો માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકની સહી ફરજિયાત હોય તો અન્ય સમાજના કે પછી અન્ય કોઈ જેહાદી દીકરીને ફોસલાવી કે પ્રેમજાળમાં ફસાવી લગ્ન ન કરી જાય અને લવ જીહાદ ના કિસ્સાઓ ઓછા થશે.

આ ઉપરાંત વધુ મા જણાવ્યું હતુ કે જો માતા-પિતાની સહી ફરજિયાત કરાશે તો પાટીદાર સમાજમાં કે અન્ય સમાજમાં લવ-જેહાદના કિસ્સાઓ નહીં બને.પોલીસ અને સરકારને પણ કામનું ભારણ ઓછું આવશે. હાલમાં મહિલા પોલીસ સ્ટેશનોમાં પેન્ડિંગ પડેલી અરજીઓ વધુ સમય પડી નહીં રહે અને એક સામાજિક સમરસતા તથા સામાજિક સુલેહભર્યું વાતાવરણ બની શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!