Gujarat

પ્રેમી દંગો દેતા યુવતીએ પ્રેમીના લગ્ન દિવસે ટૂંકાવ્યું પોતાનું જીવન! સુસાઈડ નોટમાં ભાઈ ને એવી વાત જણાવી કે હૈયુકંપી જાય…

પ્રેમ લીધે અનેક યુવાનો યુવતીઓ પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે આજે અમે આપને એક એવી ઘટના વિશે જણાવીશું, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. આપણે જાણીએ છે કે, પ્રેમ પ્રકરણ લીધે અનેક યુવાનો અને યુવતીઓ આત્મહત્યાઓ કરે છે, ત્યારે પ્રેમીનાં દગાને કારણે યુવતીએ પોતાનું જીવન ટૂંકાબી દીધું અને આત્મહત્યા કરતા પહેલા યુવતી એ સુસાઇડ નોટ પણ લખેલી. ચાલો આ ઘટના વિશે આપને વધુ માહિતગાર કરીએ.

યુવતીએ ખૂબ જ હદયસ્પર્શી સુસાઇડ નોટ લખી છે, આ નોટ વિશે જાણીને તમારું હદયપણ કંપી ઉઠશે. આ ઘટના બની છે,
રામસાગર પરામાં જ્યાં 27 વર્ષની પ્રીતિ મહંતએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઘરમાં જ યુવતીને રૂમમાં પંખા પર લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો. વાત જાણે એમ છે કે, યુવતીએ શુક્રવારે સવારે જ આત્મહત્યા કરી લીધી હતી.યુવતી એલઆઈસી એજન્ટ હતી અને ડેરી વિસ્તારનાં યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો.

અચાનક જ યુવકના લગ્નની તારીખ નક્કી થઇ ગઈ હતી. યુવકના શુક્રવારે લગ્ન થવાના હતા અને આ વાતની જાણ મૃતક યુવતીને થતા જ આત્મહત્યા કરી લીધી. આ કારણે મૃતક યુવતીના ભાઈના કહેવા મુજબ તેની બહેન મોતનું કારણ આ તેનો પ્રેમી છે , જો જો મને ખબર હોત તો હું તે છોકરાને પરણવા ન દેત. હું તે છોકરાને મારી બહેન સાથે લગ્ન કરાવત. યુવકે પોલીસ પાસે ન્યાયની માંગણી કરી છે. સૌથી મહત્વની વાત એ કે, યુવતીએ જીવનના અંત ઘડીએ એ પોતાના પ્રેમીને યાદ કરીને સુસાઇડ નોટમાં તમામ વાત જણાવી.

યુવતીએ લખ્યું કે, ભાઈ હું તેને કેટલો પ્રેમ કરતી હતી તે એને કહેજે અને આ સાથે જ કહેજે કે મારા મોત બાદ મારી લાશ જોવા જરૂર આવે. તેને વિશ્વાસઘાત કર્યો મારા સાથે અને આજે તે લગ્ન કરી રહ્યો છે . તેના વગર જીવવાની કોશિશ કરી પણ હું મારા જીવન સામે હારી ગઇ.આ દુનિયામાં દરેક લોકો મતલબી છે હોય છે. મમ્મી, કાકા, દાદા બધાને ગુમાવ્યા બાદ મારામાં હવે બીજા ખોવાની હિંમત નથી. તે મારા માટે ઘણું બધું કર્યું છે, જો બીજો જન્મ મળે તો હું તારી દીકરી બનીશ ભાઈ, મને માફ કરી દેજે.ખરેખર યુવતીના આ અંતિમ શબ્દો ખૂબ જ હદયસ્પર્શી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!