આડા સબંધો નો ઘાતક અંજામ : પ્રેમીએ પરણિત પ્રેમીકાને વહેલી સવારે કપાસ ના ખેતર મા મળવા બોલાવી અને પછી…
આજના સમય મા અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમા પ્રેમ સંબંધો નો કરુણ અંજામ આવતો હોય છે. ત્યારે વધુ એક ઘટના બોડેલી મા સામે આવી છે જેમા એક પ્રેમીએ પરણિત પ્રેમીકા ને મોત ને ઘાટ ઉતારી છે. આ ઘટના બાદ સમગ્ર પંથક મા ચકચાર મચી જવા પામ્યો હતો.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર બોડેલી તાલુકાના ઢેબરપુર ગામની રેખા નામની યુવતી અને બાજુના નજીક નુ ગામ ફાફટ ગામના 24 વર્ષીય અપરણીત યુવક અલ્પેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતુ પરીવાર યુવતી ના લગ્ન પરીવારજનો દ્વારા એક વર્ષ પહેલા અન્ય ગામ મા કરી દીધા બાદ મા પરણીતાને સાસરીયા મા મન ના લાગતા છેલ્લા થોડા સમયથી પોતાના માતા પિતા ના ઘરે ઢેબરપુર આવતી રહી હતી.
આ દરમ્યાનમા રેખા અને અલ્પેશ વચ્ચે ફરી સંબંધ બંધાયો હતો અને મુલાકાતો થતી હતી. અને અલ્પેશને ડર હતો કે રેખાના પરીવારજનો ફરી રેખાના લગ્ન બીજે કરી દેશે આથી રેખાને તેની ભાગી જવા માટે દબાણ કર્યુ હતુ પરંતુ રેખા આ માટે તૈયાર નહોતી. ત્યારે તારીખ 7 ડીસેમ્બરે એક વખત પ્રેમી અલ્પેશે રેખા ને વહેલી સવારે કપાસ ના ખેતરમા મળવા માટે બોલાવી હતી અને આ દરમ્યાન તેની સાથે શારીરીક સબંધ બાંધી ને ફરી વખત ભાગી જવા માટે દબાણ કર્યુ હતુ પરંતુ રેખા આ માટે તૈયાર નહોતી ત્યારે કલ્પેશે રેખા નુ ગળુ દબાવી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી.
આમ પ્રેમનો કરુણ અંજામ આવ્યો હતો અને તે વખતે અધ કચરો ખાડો ખોદી રેખાની લાસ જેમતેમ કરી દાટી દીધી હતી. પણ રાતે પાવડો લઈ આવીને મોટો ખાડો કરી લાસને પૂરી દાટી હતી. પણ પાપ છાપરે ચઢીને પોકારે તેમ લાસ બહાર ડોકાવા લાગી અને અલ્પેશનુ કૃત્ય બહાર આવ્યું હતું. 23માં દિવસે તા. 30ના રોજ દાટેલી લાસ પરથી પડદો ઉંચકાયો હતો. બોડેલી પોલીસે અલ્પેશની ફાફટ ગામે ઘરેથી અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.