આંધ્ર પ્રદેશનો યુવક તુર્કીની યુવતીના પ્રેમમાં પડ્યો આવી રીતે થયો પ્રેમ અને લગ્ન મા….
આ જગતમાં પ્રેમને ક્યાં કોઈ સમજી શક્યું છે! આજના સમયમાં આપણે પ્રેમના અવનવા કિસ્સાઓ સાંભળીએ છીએ. ખરેખર આ વાત તો સત્ય છે કે, સાચા પ્રેમમાં પડ્યા પછી વ્યક્તિને કંઈ પણ નથી દેખાતું અને પ્રેમ કરનાર તો ન તો રંગ રૂપ કે જ્ઞાતિ કે ભાષા જોવે છે. તેને તો માત્ર લાગણીઓની જ સમાજાય છે. હવે આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ એટલેઆંધ્ર પ્રદેશનો યુવક તુર્કીની યુવતીના પ્રેમમાં પડ્યો અને તેને એવી રીતે થયો પ્રેમ કે તમને જાણીને આશ્ચર્ય થશે. આ બંને દેશ અને ભાષા કે રૂપ, રંગ, જાતિ ને જોયા વગર પ્રભુતામાં પગલા માંડયા.
ચાલો અમે આપને જણાવીએ કે કંઈ રીતે આ બંને કપલ પ્રેમમાં પડ્યા અને કંઈ રીતે તેમને બંને લગ્ન કર્યા. આજના સમયમાં આપણે ત્યાં લવ મેરેજ નો અસ્વીકાર પરિવાર તરફથી કરવામાં આવે છે, જ્યારે જાતિ પણ એક હોય. ત્યારે આ યુવાને તો જાતિ અને દેશ અલગ હોવા છતાંય લગ્ન કર્યા છે. ત્યારે ખરેખર તેનું કોઈ તો કારણ હશે. ચાલો હવે તમારી આતુરતા નો અંત લાવીએ અને સંપૂર્ણ વાત વિગતવાર જણાવીએ કે કંઈ રીતે આ બંનેને પ્રેમ થયો અને લગ્નના બંધનમાં બંધાયા.
હાલમાં જ આંધ્ર પ્રદેશમાં હિંદુ વિધિથી પરણેલું કપલ છે. તુર્કીની યુવતીએ આંધ્ર પ્રદેશના યુવકના પ્રેમમાં પડી અને આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે લગાવ હતો અને આ જ કારણે તેણે હિંદુ વિધિથી લગ્ન કર્યા. એટલું જ નહીં પણ કમ્યુનિકેશન માટે તેલુગુ પણ શીખી રહી છે.ખરેખર આને કહેવાય સાચો પ્રેમ અને પ્રેમમાં સમર્પણ અને ત્યાગનું પ્રતીક.મધુ સંકીર્થ આંધ્ર પ્રદેશના ગુંટુર શહેરનો રહેવાસી છે. મધુ તેની દુલ્હન જીજેમને વર્ષ 2016માં મળ્યો હતો. બંને એક પ્રોજેક્ટમાં સાથે કામ કરતા હતા અને એ પછી સારા મિત્રો બની ગયા અને મધુ તુર્કી શિફ્ટ થઈ ગયો.
આ દોસ્તી ક્યારે પ્રેમમાં પરિવર્તન પામી ખબર જ ન પડી. શરૂઆતમાં બંનેએ પરિવારને વાત કરી તો કોઈ માન્યું નહીં, પણ સમય જતા બંનેના ફેમિલીએ લગ્ન કરવાંની હા પાડી
મધુ અને જીજેમ વર્ષ 2020માં જ લગ્ન કરવાના હતા, પરંતુ કોરોનાને લીધે તેમને એક વર્ષ સુધી રાજ જોવી પડી. સૌપ્રથમ કપલે તુર્કીમાં ટર્કીશ ટ્રેડિશનથી કર્યા એ પછી તેલુગુ હિંદુ વિધિથી ભારતમાં લગ્ન કર્યા. અને ખાસ વાત એ કે, યુવતીના પરિવારને ભારતીય સંસ્કૃતિ ખૂબ ગમે છે. એટલું જ નહીં પણ પોતાના સાસરિયા સાથે સારી રીતે કમ્યુનિકેટ કરી શકે તે માટે જીજેમ તેલુગુ ભાષા પણ શીખી રહી છે. ખરેખર છે ને સાચા પ્રેમનું ઉદાહરણ!