અમદાવાદ: સાવકી માતાએ જ દીકરાને જીવતો બેંગ મા પેક કરી તેવું ધૃજાવી દે તેવુ મોત આપ્યુ હતું ! પુરી ઘટના જાણી આંખ મા આસું આવી જશે..
મિત્રો જો વાત કરવામાં આવે તપ આજથી 5 વર્ષ પેહલા 6 ફેબ્રુઆરીના 2018ના રોજ અમદાવાદ શહેરમાંથી એક ખુબ ચોંકાવી દેતી ઘટના સામે આવી હતી. જેમાં એક માતાએ પોતાના દીકરાને એટલું કમકમાટી ભર્યું મૃત્યુ આપ્યું હતું કે જાણીને સૌ કોઈ ધ્રુજી ગયું હતું. આ ઘટનાના પાંચ વર્ષો બાદ આ ઘટનાનો ચુકાદો આવ્યો છે જેમાં આ પત્નીને આજીવનકેદની સજા મળી છે. યુવતીએ આવું કામ શા માટે કર્યું તેનું પણ એક ખુબ ચોંકાવી દેતું કારણ સામે આવ્યું હતું. તો ચાલો તમને આ પુરી ઘટના વિશે જણાવી દઈએ.
આ પુરી ઘટના અંગે મૃતકના પિતા શાંતિલાલભાઈ પરમારે જણાવતા કહ્યું હતું કે તેઓના લગ્ન ડિમ્પલ નામની યુવતી સાથે થયા હતા અને વર્ષ 2011માં ધ્રુવ ઉર્ફે ભદ્ર(મૃતક)નો જન્મ થયો હતો. એવામાં પત્ની ડિમ્પલનું બ્રેન હેમરેજમાં મૃત્યુ તથા શાંતિલાલ પરમાર અને તેમનો દીકરો એકલા પડી ગયા હોવાને લીધે તેઓએ સમાજનો આશરો લીધો હતો. શાંતિલાલ પાસે એક લગ્નની બુક આવતા તેઓએ તેમાં એક યુવતીને પસંદ કરી હતી જેમાંથી તેઓએ યુવતીનો નંબર લઈને તેના પરિવાર સાથે અને યુવતી સાથે લગ્ન અંગે વાતચીત કરી હતી. આ યુવતીનું નામ જીનલ હતું તેને એક દીકરી પણ હતી પરંતુ આ વાતની જાણ તેણે લગ્ન બુકમાં કરી હતી નહીં.
આ બાદ શાંતિલાલનો પરિવાર અને જીનલનો પરિવાર મળ્યો હતો અને બંનેના લગ્ન નક્કી કર્યા હતા, જણાવી દઈએ કે જીનલ ભણતી પણ હતી અને પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર તરીકેની જોબ કરી અમદાવાદના કાલુપુરમાં વસવાટ કરતી હતી. બંનેને રાજી ખુશીથી લગ્ન થઇ ગયા પણ અસલ મુશ્કેલી તો લગ્ન બાદ જ આવી કારણ કે શાંતિલાલની પેહલા લગ્નનો પુત્ર ધ્રુવ(મૃતક) પત્નીને જીનલને કાંટાની જેમ ખટકો હતો કારણ કે તેને એવો ડર હતો કે શાંતિલાલની તમામ સંપત્તિ તેના પુત્ર ધ્રુવને મળી જાશે તેની દીકરીને નહીં મળે.
આ વાતની ઈર્શા રાખીને જ જીનલ ધ્રુવની ત્રાસ આપતી હતી પણ જયારે શાંતિલાલ હોય ત્યારે ધ્રુવ સાથે ખુબ સારો વ્યવહાર કરતી હતી, આ વાતનો ખુલાસો મૃતકના પિતાએ કર્યો હતો.શાંતિલાલનું કેહવું છે કે લગ્ન વખતે તેઓએ ફક્ત એક જ શરત મૂકી હતી કે તે બંને દીકરા-દીકરીને એકસમાન રીતે રાખશે. આમ જિનલનું વર્તન પરિવારજનો સાથે તથા બીજા તમામ લોકો સાથે ખુબ સારું હતું પરંતુ ધ્રુવ સાથે જ તેની બનતી ન હતી.
જયારે આ ઘટના બની તે દિવસે શાંતિલાલ સાંજના સમયે ઘરે આવ્યા હતા અને આવતા જ ધ્રુવને ઘરમાં ન જોતા તેણે પત્ની જીનલને પૂછ્યું હતું કે ધ્રુવ ક્યાં છે તો તેણે ખબર નથી એવું કહી દીધું હતું. એવામાં શાંતિલાલે આખા ઘરમાં શોધખોળ કરી હતી પણ ધ્રુવ એકેય જગ્યાએ મળ્યો ન હતો. 10 વાગ્યા સુધી શાંતિલાલ આડોશી પાડોશી પોતાનું ઘર તમામ ચકાસી લીધું પણ ધ્રુવ ન મળ્યો એવામાં તેઓએ જીનલને ફરી એક વખત પૂછ્યું હતું કે ધ્રુવ ક્યાં છે તો જિનલે કહ્યું કે તે વનુભાની વંડી ટપીને રમવા ગયો છે.
એવામાં તેવી તમામ જગ્યાએ ધ્રુવને શોધતપાસ કરતા તે મળ્યો હતો નહીં પરંતુ ધ્રુવના ચંપલ મળતા શાંતિલાલને શંકા ગઈ કે ધ્રુવ ક્યાંક એટલામાં જ છે. શોધ તપાસમાં જ શાંતિલાલનું સૂટકેસ પર ધ્યાન પડ્યું જેને ઉંચકીને જોય તો તેમાં બોવ વજન હતો. સૂટકેસ ખોલવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે જીનલ બોલબોલ કરવા લાગી હતી જે બાદ શાંતિલાલ અને તેમના મિત્ર આ રૂમમાં ગયા અને બીજા કોઈને રૂમમાં ઘુસવા ન દીધા. આ સૂટકેસ ખોલીને જોયું તો તેની અંદરથી ધ્રુવ મળી આવ્યો હતો જે બાદ તેને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ અફસોસ કે તેનું મૃત્યુ નીપજ્યું.
મૃત હાલતમાં મળતા શાંતિલાલે તરત જ આ ઘટના અંગે પોલીસને જાણ કરી દીધી હતી જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા આખી ઘટના સામે આવી ચુકી હતી. તપાસ કર્યા બાદ આખી ઘટનાનો ખુલાસો કરતા pi અને તપાસ અધિકારી કે એચ ત્રિવેદીએ જણાવ્યું કે દીકરા-દીકરીની વાતને લઈને અવારનવાર શાંતિલાલ અને જીનલ વચ્ચે લડાય થતી હતી. એક દિવસે જયારે જીનલ પુત્ર-પુત્રીને ટ્યુશન કરાવતી હતી ત્યારે દીકરી નીચે ઉતરી ગઈ હતી જયારે દીકરો ઉપર જ રહી ગયો હતો.
આ મોકાનો લાભ ઉઠાવતા જિનલે દીકરા ધ્રુવને બીજા માલની સીડીમાંથી ધક્કો મારીને નીચે પડી દીધો પરંતુ ધ્રુવ જીવિત હતો પણ બેભાન હાલતમાં. ધ્રુવના મોઢામાંથી લોહી નીકળતા જિનલને લાગ્યું કે તેની પોલ ખુલ્લી જશે આથી તેણે ધ્રુવને મોઢા પર ચોરણી બાંધીને બેગમાં પુરી દીધો હતો, બેગ ખુલતા આ ઘટના સામે આવી હતી. મૃતક ધ્રુવના પિતા શાંતિલાલે એમ પણ જણાવ્યું હતું કે જયારે તેઓએ કેસ કર્યો હતો ત્યારે સામેની પાર્ટી વાળાએ પૈસા લઈને સમાધાન કરવા કહ્યું હતું પરંતુ શાંતિલાલ માન્ય હતા નહીં અને સીધું એમ જ કહી દીધું કે આખું અમદાવાદ વેચી દેશો તો પણ હું સમાધાન નહીં કરું.હાલ લીંબડી સેશન્સ કોર્ટે જીનલને આજીવન કેદની સજા ફટકારી છે.