Gujarat

માધુરી દીક્ષિત રહેવા ગઈ આલીશાન ભાડેનાં મકાનમાં! ભાડાની કિંમતમાં તો એક મકાન આવી જાય…

આપણે જાણીએ છીએ કે, જ્યારે બૉલીવુડનાં દરેક કલાકારોની પળેપળની ખબર વિશે જાણવા આપણે સૌ કોઈ ઇચ્છુક હોઈએ છીએ, ત્યારે હાલમાં જ બૉલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત તાજેતરમાં જ મુંબઈના એક પોશ વિસ્તારમાં શિફ્ટ થઈ છે. માધુરી દીક્ષિત અને ડોક્ટર નેનેના ઘરનું ડિઝાઈનિંગ કરનાર આર્કિટેક્ટ અપૂર્વાએ આ અપાર્ટમેન્ટની તસવીરો પણ શેર કરી છે. ચાલો ત્યારે અમે આપને આ ઘરની તમામ ખાસ વાતો જણાવીએ કે, આખરે આ ઘરમાં કંઈ કંઈ ખાસિયત છે અને આ ઘરની કિંમત શું છે?

મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, માધુરી દીક્ષિતે મુંબઈમાં પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. માધુરી દીક્ષિતનું આ ઘર અત્યંત આલીશાન છે અને 5500 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ ઘર અપૂર્વાએ 45 જ દિવસમાં આખા ઘરનું ડિઝાઈનિંગ કર્યું છે. આ અપાર્ટમેન્ટ હાઈ રાઈઝ ઈમારતના 29મા માળે આવેલું છે.

. મુંબઈના પોશ વિસ્તાર વર્લીના એક અપાર્ટમેન્ટમાં 29મા માળ પર આ ઘર છે. અહીંથી સનસેટ અને સનરાઈઝનો સુંદર નજારો દેખાય છે. રાતે પણ અહીંથી શહેરનો અદ્દભુત વ્યુ જોવા મળે છે. આ અપાર્ટમેન્ટની અમુક તસવીરો પણ સામે આવી છે.રિપોર્ટ અનુસાર, આ ઘરનું મહિનાનું ભાડું 12.5 લાખ રુપિયા છે. આ ઘરને આર્કિટેક્ટ અપૂર્વા શ્રોફ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. ડિઝાઈનસર અપૂર્વા શ્રોફે સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર આ ઘરને ડિઝાઈન કરવાની સમગ્ર પ્રોસેસ શેર કરી છે. તેણે ઘરની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

અપૂર્વા શ્રોફ જણાવ્યું કે, માધુરી અને ડોકટર રામની વિનમ્રતા જોઈને ચોંકી ગઈ હતી. તેમણે ઘર માટે જે માંગ કરી હતી તે પણ ઘણી જ પ્રેક્ટિકલ હતી. અમારા માટે આ ઘરને ડિઝાઈન કરવા માટે એકમાત્ર પડકાર હતો સમય. અમારે મર્યાદિત સમયમાં આ કામ પૂરું કરવાનુ હતું.માધુરી દીક્ષિત દ્વારા બ્રીફ આપવામાં આવ્યુ હતું કે ઘરને સિંપલ અને સોબર રાખવામાં આવે. અપૂર્વા જણાવે છે કે, સ્ટાર કપલના આ નવા ઘરને ઝડપથી એક મેકઓવર કરી આપવાનુ હતું.

વર્લીની એક બહુમાળી ઈમારતમાં 29મા માળે સ્થિત આ ઘરમાંથી શહેરનો સુંદર વ્યુ જોવા મળે છે. આટલુ જ નહીં, દિવસ દરમિયાન અહીં ચારે બાજુથી સૂર્યપ્રકાશ પણ આવે છે. અમારું કામ હતું એવું ઘર તૈયાર કરવું જે અભિનેત્રીના ગ્લેમર અને વ્યક્તિત્વને અનુકુળ હોય. આ ઘર તેમના વ્યક્તિત્વનો અરીસો હોવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!