મહાદેવ નો આવો ભક્ત પહેલા નહી જોયો હોય ! સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે યુવક 30 કિમી દરિયો પાર કરી પહોંચ્યો
ભગાવન પ્રત્યેની અતુટ આસ્થાનું આજે અમે ઉત્તમ પ્રતીક જણાવીશું! ખરેખર ભગવાન પ્રત્યેની આસ્થા તમે ઘણી જોશી. તમામ જ્યોતિર્લિંગોમાં સોમનાથને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. અહિં દર્શનનો અનેરો મહિમા રહેલો છે. અત્યાર સુધી તમે અનેક પ્રકારની માનતાઓ જોઈ નથી હશે પરતું હાલમાં જ એક યુવકે દરિયો ખેડીને સોમનાથ મંદિર સુધી પોહચ્યાં.
સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે એક ભક્ત ચાલીને નહિ પરંતુ તરીને આવ્યો છે. સામાન્ય રીતે પદયાત્રીઓ અહિં મોટા પ્રમાણમાં દર્શનાર્થે આવતા હોય છે. તરીને આવેલો યુવા ભક્ત હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ખરેખર આ કાર્ય ખૂબ જ સદ્દકાર્ય અને ભક્તિ રૂપી કાર્ય છે. પ્રાપ્ત વિગત અનુસાર, જ્યોતિ્ર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને કોઇ પગપાળા આવતા હોય છે, તો કોઇક દંડવત કરતાં મંદિર સુધી પહોંચતા હોય છે. પરંતુ મહારાષ્ટ્રના પ્રભાત રાજુ કોળીએ સમુદ્રમાં તરીને સોમનાથ પહોંચીને સોમનાથ દર્શન કર્યા છે.
પ્રભાત રાજુ કોળી મેરેથોન ઓપન વોટર સ્વિમર છે અને મુંબઈના વતની છે. વર્લ્ડ ઓપન વોટર સ્વીમીંગ એસોસિયેશન કેલિફોર્નિયા, યું.એસ.એ દ્વારા પણતેઓ સન્માનિત થઇ ચુક્યા છે. અનેક ઇવેન્ટમાં ભાગ લઇને તોઓ 3 વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કરી ચુક્યા છે. લીમકા બુક અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ચુક્યા છે. તરીને સોમનાથ પહોંચી મહાદેવના દર્શન કરવાની ઘટના સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. અને લોકો યુવા સ્વિમરની ભક્તિને દાદ આપી રહ્યા છે.
જે ચોક્કસ પણે એક અનોખી વાત છે. તેઓના જણાવ્યા અનુસાર, સુત્રાપાડાના ધામળેજ બંદરેથી તરવાનું શરૂ કરીને 30 કિલોમીટરનું અંતર કાપીને પ્રભાત અને તેમના મિત્રે સોમનાથ કાંઠે પહોંચીને દર્શન કર્યા હતા. સુત્રાપાડાના ધામળેજ બંદરથી તરવાનું શરૂ કરીને માત્ર પાંચ કલાકમાં 30 કિલોમીટરનું અંતર કાપીને તેઓ સોમનાથ પહોંચ્યા હતા.
