મહાદેવ નુ પાત્ર ભજવનાર એક્ટર મોહિતે અચાનક લગ્ન કરી લીધા ! જુવો લગ્ન ની આસ તસ્વીરો
હાલમા બૉલીવુડ અને ટેલિવુડમાં લગ્નનો માહોલ સર્જાયો છે, કોઈક કપલ જગ જાહેર કરીને લગ્ન કરી રહ્યા છે તો કોઈક ગુપ્ત રીતે લગ્ન કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ્યારે કમુરતા ચાલી રહ્યા છે, ત્યારે ટેલિવુડના એકટરે ગુપ્ત રીતે લગ્ન કર્યા અને પોતાની સોશિયલ મીડિયામાં તસ્વીરો અપલોડ કરતા જ ચાહકો પણ ચોંકી ગયા. આ એકટર એટલે બીજું કોઈ નહીં પણ ટીવી સિરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’ ના મહાદેવમોહિત રૈના!
વર્ષનો પહેલો દિવસ અને પહેલા દિવસે જ લગ્નની જાહેરાત કરતા સૌ કોઈ ચોંકી ગયા હતા. ખરેખર આ સમાચર મળતાની સાથે જ તેમના ચાહકોમાં ખુશીઓનો માહોલ સર્જાયો છે. ત્યારે ચાલો અમે આપણે જણાવીએ કે આખરે મોહિત ની પત્ની કોણ છે જેની સાથે તેને પ્રભુતામાં પગલાં માંડ્યા! હાલમાં સૌ કોઈ એક જ વાત કરી રહ્યા છે કે, મહાદેવ ને આખરે તેમના પાર્વતી જી મળી ગયા છે. ખાસ વાત એ કે એક્ટરે જાતે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ લગ્નની તસવીરો શેર કરીને ફેન્સને જાણકારી આપી છે.
મોહિતે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીરો શેર કરીને લખ્યું, ‘પ્યાર કિસી બાધા કો નહીં જાનતા. યે સીમાઓં કો પાર કર લેતા હૈ, બાડ સે છલાંગ લગાતા હૈ, દીવારોં કો પાર કર પૂરી આશાઓ કે સાથે અપની મંજિલ પર પહુંચતા હૈ’. આશા અને પરિવારના આશીર્વાદની સાથે હવે અમે બે નહીં પણ એક છીએ. આ નવા સફર માટે તમારો પ્રેમ અને આશીર્વાદ જોઈએ. અદિતિ અને મોહિત.
મહત્વની વાત એ છે કે, મોહિત જે યુવતી સાથે લગ્ન કર્યા છે તે કોઈ અભિનેત્રી કે જાણીતો ચહેરો નથી! હાલમાં તો એ વાત સામે આવી છે કે, તેનું નામ અદિતિ છે. ત્યારે હવે ટૂંક સમયમાં અદિતિ વિશે વધુ માહિતી નથી આવવી પણ હવે મોહિત સાથે લગ્ન કર્યા પછી લાઇમ લાઈટમાં આવી જશે. તમે જોશો કે, આ બંને ની જોડી અતિ સુંદર લાગી રહી છે.તસવીરોમાં મોહિત સફેદ રંગની શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. તેની પત્ની અદિતિએ લાલ, લીલા કલરનો મલ્ટીકલર ટ્રેડિશનલ લહેંગો પહેર્યો હતો.આ એક ઈન્ટિમેટ વેડિંગ સેરેમની હતી, જેમાં પરિવારના નજીકના સભ્યો અને મિત્રો સામેલ હતા.