JCB નું ટાયર ફાટતા નગરપાલિકા કર્મચારીનું થયું નિધન! હજું પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, પત્ની નુ હૈયાફાટ રૂદન
હાલમાં એક દુઃખદાયી ઘટના બની છે, જેના વિશે સાંભળીને તમારી આંખમાં આંસુઓ સરી પડશે. ખરેખર આ ઘટનાએ સૌ કોઈને માટે ચોંકાવી દેનાર છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં મહાનગરપાલિકા ની ડિસપોઝલ સાઇડ ઉપર જેસીબી નું ટાયર ફાટતા આજે એક યુવકનું ઘટનાસ્થળે કરુણ મોતથયું હતું.
સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે પોતાની ફરજ બજાવતા હતા અને ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. ગાડી રીપેરીંગ લઇને પરિવારમાં આક્રોશ, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ છે. પતિનાં મૃત્યુની વાત મળતાની સાથે જ પત્નીનાં રુદને સૌ કોઈની આંખોમાં આંસુઓ લાવી દિધા હતા. હજુ તો બંને એ લગ્ન જીવનની શરૂઆત કરી હતી અને ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતા, યુવકની સફાઈ કામદાર તરીકેની ફરજ હોવા છતાં તેની પાસે ગાડીનું રીપેરીંગ કરવવા જવાનું કામ સોંપવાને લઈને આ દુર્ઘટના બની હતી.
જોકે પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 2017માં પાલિકાના કાયમી સફાઈ કર્મચારી તરિકે શૈલેષ સોનવાડિયાની નિયુક્તિ થઈ હતી. 13મીએ જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યાં હાલમાં જ આ ઘટના બની ગઈ. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.પરિવારે આક્ષેપો સાથે અન્ય વિભાગમાં નોકરી હોવા છતાં બીજા વિભાગમાં કામ કરાવતા હોવાનું જણાવતા મહાનગરપાલિકા દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પરીવારજનો દ્વારા પણ રોષ વ્યકત કરવામાં આવ્યો છે. આ ઘટનાને લીધે યુવતીનું જીવન પણ બરબાદ થઈ ગયું. હજુ તો બંને એ માત્ર પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી હતી પરંતુ કહેવાય છે ને કે, વિધાતા લેખમાં કોણ મેખ મારી શકે. યુવાન સફાઈ કામદાર હોવા છતાં પણ અચનાક ગાડી રિપેલિંગનાં કામે જતા જ જાણે જે.સી.બી તેના માટે કાળ બનીને આવ્યું. એક જ પળમાં યુવાનનો જીવ જતો રહ્યો.