GujaratIndia

સામે આવી રહી છે ઇતિહાસ યાદ અપાવનારી ઘટના, બીજા વિશ્વયુધ્ધના સમયની આ ઘટના જાણો શું થયું હતું…

દ્વિતીય વિશવયુદ્ધ સમયની આ વાત છે, જ્યારે જામનગર નજીક આવેલા બાલાચડીમાં જામ સાહેબે પોલેન્ડના બાળકોને ૪ વર્ષો માટે સાચવ્યા હતા, આ યુદ્ધ ૧૯૪૧ થી ૧૯૪૫ સુઘી ચાલ્યું હતું. હવે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવા સમયમાં ૨૦હજાર જેટલા ભારતીય મૂળના નાગરિકો ત્યાં ફસાયેલા છે, જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે. ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર નીકળવા માટે હાલ જ્યારે બધાજ દેશો ભારતની મદદે આવ્યા છે તેમાં નો એક દેશ પોલેન્ડ પણ છે. તૃતીય વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે પોલેન્ડ દેશે પોતાની સરહદો ભરતીઓ માટે ખુલી મૂકી દીધી છે.

ભારતીય મૂળના કોઈપણ વ્યક્તિ હાલ યુદ્ધના કારણે વીના વિઝા પોલેન્ડની અંદર દાખલ થઈ શકે છે. પોલેન્ડ દેશના રહેવાસીઓ ભારતનું અને ખાસકરીને જામનગરનું પોતાના પરનું ઋણ ક્યારેય ભૂલી શકે તેમ નથી કેમકે બીજા વિશ્વયુદ્ધના સમય પર જામનગર સ્ટેટના રાજા મહારાજ જામ દિગ્વિજયસિંહજી એ ૧૦૦૦ બાળકોને સહારો આપ્યો હતો. ઉપરાંત મહારાજ દિગ્વિજયસિંહજીએ આ બાળકોનો સંપૂર્ણ ખર્ચ પણ માથે લીધો હતો અને બાળકો પોતાના વતનની સંસ્કૃતિ ના ભૂલે તેની પણ ખાસ કાળજી રાખી હતી.

બીજા વિશ્વયુદ્ધમાં હિટલર અને સ્ટાલી એ સયુંકત હુમલો કરીને પોલેન્ડ ને ખેદાન મેદાન કરી નાખ્યું હતું, તેવા સમયે પોલેન્ડ વાસીઓએ બ્રિટન ની મદદ માગી હતી, તેવા સમય એ મહારાજ દિગ્વિજયસિંહજી બ્રિટિશ ઇમ્પેરિયલ વોર કેબિનેટના સદસ્ય હતા, તેમના કાને વાત પડતાની સાથેજ તેઓ બાળકોની મદદ કરવા તૈયાર થઈ ગયા હતા, અને મદદ અર્થે તેમણે પોતાના સ્ટેટ નજીક બાલાચડી માં પોલેન્ડ લોકો માટે આશ્રય સ્થાન નિર્ધારીત કર્યું હતું. તેમણે બલચડી ખાતે એક કેમ્પનું નિર્માણ કરી ત્યાં ખાણી પીણી, રમત ગમત અને રહેઠાણ જેવી જીવન જરૂરી જરૂરિયાતો પૂરી પાડી હતી.

જેના ફળ સ્વરૂપ વર્ષ ૨૦૧૮માં પોલેન્ડ ની આઝાદીનું ૧૦૦માં વર્ષનું ઉજવણું જામનગરની બાલાચડી ખાતે યોજવામાં આવ્યું હતું. ઉજવણીની વાત કરીએ તો ત્યાં આશરો લેનારા વ્યક્તિઓ પોતાના પરિવારજનો સાથે ત્યાં હાજરી આપવા ગયા હતા. ત્યાં આશરો લીધેલા બધાજ બાળકો મહારાજ દિગ્વિજયસિંહજીને પોતાના બીજા પિતા તરીકે જ ગણાવે છે, અને તેમને પોલેન્ડમાં “ધ ગુડ મહારાજ” તરીકે સંબોધે છે. પોલેન્ડમાં એક ચાર રસ્તાનું નામ પણ જામ દિગ્વિજયસિંહજીના નામે પાડવામાં આવ્યું છે. હાલ જેતે સમયમાં બાલાચડી સૈનિક સ્કૂલમાં પોલેન્ડ અને ભારતના રાષ્ટ્રધ્વજને બાજુ બાજુમાં ફરકાવીને સલામી પણ અપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!