Gujarat

મેઘરાજાની થશે મહેર! અંબાલાલ પટેલે કરી વરસાદને લઈને કરી મોટી આગાહી! કહ્યું કે આ જિલ્લામાં ખાબકશે આટલા ઇંચ વરસાદ…

ગુજરાતમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને આ કારણે ગુજરાતમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. જૂનાગઢમાં માત્ર એક કલાકમાં ધમાકેદાર વરસાદ થયો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. આ સિવાય અને શહેરોની વાત કરીએ તો વિસાવદર, ભેંસાણ, મેંદરડા, કેશોદ અને વંથલી સહિતના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

હવામાન વિભાગના અધિકારી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 24 થી 26 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદ વધુ વધશે. આહવા, ડાંગ અને વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે સુરત, નવસારી અને તાપીમાં 4 થી 5 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે.ખરેખર એક તરફ ગુજરાતમાં ચોમાસાનું આગમન ધમાકેદાર રીતે થઇ ગયું છે, ત્યારૅ હવે આગામી દિવસોમાં સત્તાવર રીતે વરસાદ શરૂ થઇ જશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ આગામી 3 દિવસમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 1 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે.વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે, તેથી લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!