Gujarat

નાનીએવી ભુલના કારણે અકસ્માત મા પતિ અને ગર્ભવતી પત્ની નુ કમકમાટીભર્યુ મોત નીપજ્યું ! સમગ્ર ઘટના વિડીઓ મા કેદ

ઘણી વાર આપણી નાની એવી બેદરકારી ને કારણે આપણે ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે મોટે ભાગે આવી ભુલ અક્સમાત બને ત્યારે જોવા મળતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો મહારાષ્ટ્ર મા સામે આવ્યો છે જેમા એક બાઇક સવારે રોડ ક્રોસ કરવા જતા બીજા રોડ પરથી આવતી બસે અડફેટે લઇ લીધા હતા અને ઘટના પર જ પાછળ બેઠેલી પત્ની સાથે કમકમાટીભર્યુ મોત નીપજયુ હતુ આ સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ થઈ હતી.

ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર આ ઘટના મંગળવાર ના રોજ મહારાષ્ટ્ર ના નાંદેડ શહેર ના નમસ્કાર ચોક નજીક બની હતી જેમા બાઈક સવાર રોડ ક્રોસ કરવા જતા બીજી સાઈડ થી આવતી બસે જોરદાર ટક્કર મારી હતી જેમા બાઈક મા ત્રણ લોકો સવાર હતા. જેમા પતિ પત્ની અને એક અન્ય સવાર વક્તિ મા પતિ પત્ની નુ ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ. જેમા પતિ નુ નામ શિવાનંદ ડાંગે અને પત્ની નુ નામ ઈંદુ ડાંગે હતુ જ્યારે અન્ય એક વક્તિ કે જેનુ નામ ગોવિંદ મોરે હતુ જેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે અક્સમાત મા મોત પામેલી મહીલા ગર્ભવતી હતી જેના કારણે પેટ મા રહેલ બાળક નુ પણ મોત નીપજયુ હતુ આ સમગ્ર ઘટના નો વિડીઓ હાલ સામે આવ્યો હતો જેમા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ભુલ બાઇક સવાર ની છે જેમા ખોટી રીતે ટર્ન લેવામા આ અક્સમાત સર્જાયો છે. અને પતિ પત્ની ના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

જોકે, ઘટના બાદ પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લીધો છે, તેની સામે બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે ખરેખર આ ઘટના ઘણી દુખદ છે મૃતકો ને ભગવાન તેમના આત્મા ને શાંતિ અર્પે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!