મહેસાણાનાં CISF જવાનના પરિવાર સાથે થયો ભયંકર અકસ્માત! પત્નીએ ઘટનાં સ્થળે જીવ ગુમાવ્યો, પિતા અને પુત્રની હાલત….
અસ્માતનાં બનાવો દિવસેને દિવસે વધુ થઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ મહેસાણાના સીઆઇએસએફ જવાન તેમની પત્ની અને ત્રણ વર્ષના દીકરાને લઇ બાઇક પર ડીમાર્ટ જતા હતા.. આ દરમિયાન જવાની પત્નીનું દુઃખદ નિધન થયું. હાલમાં પિતા અને પુત્રની હાલત ગંભીર છે. આ બનાવ અંગે વધુ જાણીએ તો રસ્તામાં હેડુવા રાજગર પાસે બાયપાસ પર સામેથી આવતાં ટ્રેક્ટરચાલકે ટક્કર મારતાં ત્રણેય જણાં નીચે પટકાયાં હતાં. જેમાં
આ દુઃખદ બનાવ અંગે વધુ જાણીએ તો મહેસાણા પાલાવાસણાના સીઆઇએસએફ કેમ્પમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહારાષ્ટ્રના સતારા જિલ્લાના જાવલી તાલુકાના મેઢ ગામના પ્રશાંત શિવાજી પવાર શનિવારે બપોરે બે વાગે પત્ની પ્રિયા અને ત્રણ વર્ષીય દીકરા દેવાંશને બાઇકમાં લઇ મહેસાણા કેમ્પથી પાંચોટ સર્કલ ડી માર્ટમાં ઘરનો સામાન લેવા નીકળ્યા હતા.
પરિવારે સ્વપ્નમાં પણ નહિ વિચાર્યું હોય કે, આવી દુઃખદાયી ઘટના બનશે. મહેસાણા બાયપાસ રાજગરબજરંગ મોટર્સની સામે બાપા સીતારામ રેસ્ટોરન્ટ નાસ્તા હાઉસ પાસે પહોંચતાં સામેથી આવતા ટ્રેક્ટરે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક સાથે ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. જેમાં પ્રિયાબેનને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ પર મોત થયું હતું.
જ્યારે પ્રશાંતભાઇને પીઠ અને થાપામાં અને દીકરા દેવાંશને ખભા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. બંનેને 108માં મહેસાણા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે એપોલો હોસ્પિટલ ગાંધીનગર રીફર કરાયા હતા.
જ્યાં ત્રણ વર્ષીય દેવાંશને ઓપરેશન બાદ આઇસીયુ વોર્ડમાં દાખલ કરાયો છે. જ્યારે પ્રશાંતભાઇ પવાર સ્વસ્થ થતાં તેમણે અકસ્માતના આ બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતે ત્રણ વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી દીધી. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળક જલ્દી સ્વસ્થ થઈ જાય.