મહેશ સવાણીએ હનીમૂન પર મોકલેલી દીકરીઓ મનાલી મા આવી રીતે કરે છે એન્જોય જુઓ ખાસ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર પિતાની છત્ર છાયા ગુમાવનાર આ દીકરીઓના લગ્ન એવી રીતે મહેશ ભાઈ કરે છે કે, જાણે એક પિતા પોતાની દીકરીને પરણાવી રહ્યો હોય. હાલમાં જ મૂહલગ્નના યુગલો માટે મનાલ પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મહેશ સવાણી નાં ફેસબુક પેજ પરથી મળેલી માહિતી મુજબ કપલો હાલ મનાલી પ્રવાસ પર છે.
આ કપલ મનાલીમાં હનીમૂન પર ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. હનીમૂનની ખુશી કપલ્સના ચહેરા પણ પણ જોઈ શકાય છે. મનાલીના રોમેન્ટિક માહોલમાં કપલ્સ વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે. આવો જ એક વીડિયો ખુદ પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણીએ અપલોડ કર્યો છે. જેમાં એક નવપરિણીતા ત્યાંનો માહોલ વર્ણવી રહી છે. ખરેખર આ ઘટના હાલમાં સોશિયલ મીડિયમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
દર વર્ષે સવાણી ગ્રુપ દ્વારા નવદંપતીઓને હનીમૂન ટ્રીપ પર લઈ જાય છે, ત્યારે હાલમાં જ પ્રભુતામાં પગલાં માડેલ તમામ દીકરીઓ અને જમાઈઓ ને મનાલી ટ્રીપ પર મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ ગ્રુપમાંથી એક નવપરિણીતાએ વીડિયો ઉતારી સોશયલ મીડિયા પર અપલોડ કર્યો છે.વીડિયોમાં નવપરિણીતાએ જણાવ્યું હતું કે અમે 10 દિવસ માટે હનીમૂન માટે મનાલી આવ્યા છીએ, અને બહુ જ ખુશ છીએ. રૂમની સુવિધા પણ બહુ મસ્ત છે. ટ્રેનથી લઈને બસમાં લઈ જવાનું આયોજન પણ સરસ છે. રૂમ પણ બહુ મસ્ત છે. નાસ્તા અને જમાવાનું પણ જોરદાર છે.
ખરેખર આ વીડિયોમાં તમે હોટેલની સુવિધાઓ થી લઈને બહાર ન દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે, તેમજ યુવતી અંતમાં કહ્યું છે કે, મારા પપ્પા મહેશભાઈ સવાણી અમે બહુ જ ખુશ છીએ. તમારો લાખ લાખ આભાર.અમે અમારા પરિસ્થિતિ પ્રમાણે જીવનમાં પણ મનાલી ન જઈ શકેત. પણ અત્યારે એમ લાગે છે કે બધુ જ મળી ગયું. કંઈ જોઈતું જ નથી. ખરેખર મહેશ ભાઈ જે કાર્ય કરી રહ્યા છે, તે ખૂબ જ સરહાનીય છે.હાલમાં જ્યારે મહેશ ભાઈ અન્નશન પર હતા ત્યારે તેમની દીકરીઓ આવીને કહ્યું કે, અમારી પાસે તમારા સિવાય કોઈ નથી એટલે તમે તમારું ધ્યાન રાખો જેથી અનેક દીકિરીઓને સહારો મળશે.
