ખજૂરભાઈ પણ જેમને ભાઈ માને એવા મહેશ દાદા છે આ ગામના વતની, એક સમયે જીવનના ખુબ સંઘર્ષ કર્યો પણ હાલ જીવે છે આવું જીવન…
ખજૂર ભાઈના કારણે અનેક લોકોનું જીવન બદલાઈ ગયું છે, આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરીશું જેને ખજૂરભાઈ થકી અને પોતાની આવડત દ્વારા નામના મેળવી છે. આ વ્યક્તિ એટલે ખજૂરભાઈની સાથે કામ કરતા મહેશ દાદા. આજે અમે આપને આ બ્લોગ દ્વારા મહેશ દાદાના જીવન વિશે જણાવીશું કે કઈ રીતે તેઓ એક્ટિંગ લાઈનમાં આવ્યા અને તેઓ મૂળ ક્યાં ગામના વતની છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે? તે તમામ વાત આપણે જાણીશું આ બ્લોગમાં માધ્યમથી જેથી અંત સુધી આ બ્લોગ વાંચજો.
મહેશ દાદાનું આખું નામ મહેશ ગોરાણીયા છે અને તેમની ઉંમર ૨૦ વર્ષની છે, તેઓ મૂળ પોરબંદરના વાછડા ગામના વતની છે. મહેશ દાદાનો જન્મ ખેડૂત પરિવારમાં થયેલો છે, હાલમાં તેમના પરિવારમાં માતા – પિતા અને દાદા – દાદી અને એક ભાઈ પણ છે. સૌથી ખાસ વાત એ છે કે ૧૦ સુધી અભ્યાસ કરનાર મહેશ દાદાને બાળપણથી જ એક્ટિંગ નો શોખ હતો અને તેઓ સ્કૂલમાં પણ એક્ટિંગ જરૂરથી કરતા તેમજ તેમને ક્રિકેટ પણ સૌથી વધુ પ્રિય છે.
આપણે જાણીએ છે કે, આજે મહેશ દાદાને સૌ કોઈ ઓળખે છે કારણ કે જ્યારથી તને ખજુર ભાઈ સાથે કામ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી સૌ કોઈ લોકો તેમને ઓળખતા થઈ ગયા છે અને સૌથી ખાસ વાત એ છે કે મહેશ દાદા એ અત્યાર સીધા પાંચ કન્ટ્રીની વિદેશ યાત્રા પણ કરી ચૂક્યા છે, જેનો શ્રેય ખજુર ભાઈને જાય છે. ખજૂર ભાઈ સાથે કામ કરવાથી તેમણે નાની ઉંમરે જ લોકપ્રિયતા હાંસિલ કરી લીધી છે. ખરેખર ખજુર ભાઈ એ મહેશ દાદા એ એક નવી જ ઓળખ આપી છે અને મહેશ દ્દાદા એ એક્ટિંગ થકી સૌ કોઈનું દિલ જીતી લીધું
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.