દિકરીઓ ના લગ્ન કરાવ્યા બાદ મહેશભાઈ દ્વારા દીકરીઓ અને જમાઈઓ માટે આ જગ્યા એ હનીમૂન પ્રવાસ એ મોકલ્યા…જુઓ તસ્વીરો કેવી મજા કરી રહ્યા છે
ગુજરાતમાં પાલક પિતા તરીકે ઓળખાતા મહેશ સવાણી દર વર્ષે અનેક દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે અને આ લગ્ન ખૂબ જ ભવ્ય અને આલીશાન હોય છે. આ વર્ષે પણ પી.પી. સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ આયોજિત તા. ૨૪ અને ૨૫ ડીસેમ્બર ૨૦૨૨ના રોજ ધામધૂમથી વ્હાલી દીકરીઓને પરણાવી સાસરે વળાવતો ભવ્ય પ્રસંગ “દીકરી જગત જનની” યોજવામાં આવ્યો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 9 જાન્યુઆરીના રોજ દીકરી-કુમારોનું પ્રથમગ્રુપ મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યું હતું.
સૌથી પહેલા 12 કલાકે મિતુલ ફાર્મ, પ્રાણી સંગ્રાહલયની પાછળ દીકરી-જમાઈઓ એક સાથે એકત્ર કરી મહેશભાઈ દ્વારા પ્રવાસ દરમિયાનનું સીડ્યુલ તેમજ આયોજનની સમજુતી આપવામાં આવી.. ત્યાર બાદ તમામ દીકરી-કુમારો એક સરખા ટીશર્ટ પહેરી બપોરે 3 ; 30 કલાકે રેલ્વે સ્ટેશન પહોચાડવામાં આવ્યા અને ત્યાંથી પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને દીકરી – જમાઈઓને ખુશ ખુશાલ ૧૨ દિવસ મનાલી જવા માટે રવાના કરવામાં આવ્યા હતા.
મનાલી પ્રવાસે ગયેલ તમામ દીકરીઓ અને જમાઈઓનીની તસવીરો અને વીડિયો મહેશ સવાણીએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. તમામ લોકો મનાલીમાં ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. હનીમૂન ટ્રીપની ખુશી કપલ્સના ચહેરા પણ પણ જોઈ શકાય છે. મનાલીના રોમેન્ટિક માહોલમાં કપલ્સ વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે. તમે તમામ તસવીરોમાં અને વીડિયોમાં જોઈ શકો છો કે, તેઓ મનાલીમાં પણ ગરબાની મોજ માણી રહ્યા છે.
સાથે બર્ફીલા પ્રદેશમાં તેમને તમામ રોમાંચક એડવેન્ચર પણ કરી રહ્યા છે અને સાથો સાથ બરફની શિવલીંગ બનાવી છે, જેમાં પી પી સવાણી ગ્રુપ પણ લખ્યુ છે. ખરેખર દરેક કપલ ખૂબ જ અનંદદાયક પળ વિતાવી રહ્યા છે. આવી જ રીતે દર વર્ષે સવાણી ગ્રુપ દ્વારા નવદંપતીઓને હનીમૂન ટ્રીપ પર લઈ જાય છે.
આ ટુરની સૌથી ખાસ વાત એ છે કે, તમામ દીકરી જમાઈઓને મનાલીમાં હોટેલ – જમવા તમેજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે અને આ ટ્રીપનો તમામ ખર્ચ મહેશ સવાણી અને અન્યદાતાના સહયોગથી કરવામાં આવે છે.