Gujarat

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડી, કહ્યું- હું હવે આમ આદમી પાર્ટીમાં…

આજ ના દિવસ મા રાજકારણ ખુબ ગરમાયુ હતુ જયારે આમ આદમી પાર્ટીના વિજય સુવાળા અચાનક ભાજપ આ જોડાયા હતા અને સી.આર પાટીલે તેમનુ બીજેપી મા સ્વાગત કર્યુ હતુ ત્યારે ફરી એક મોટા ન્યુઝ સામે આવ્યા હતા જેમા જાણવા મળ્યુ હતુ કે સુરત ના ઉદ્યોગપતિ અને અને અનેક દિકરીઓ ના પાલક પિતા મહેશભાઇ સવાણી એ પણ આમ આદમી પાર્ટી છોડી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલા થોડાક મહીનાઓ મા આમ આદમી પાર્ટી ગુજરાત મા ઘણી સક્રીય થય હતી અને અનેક નામચીન ચેહરાઓ પાર્ટી મા જોડાયા હતા જ્યારે આજે બે મોટા ચહેરાઓ એ પાર્ટી સાથે છેડી ફાડી ને સૌને ચોકાવી દીધા હતા. સુરત ઉદ્યોગપતિ અને અનેક સેવાકીય કર્યો મા જોડાયેલા મહેશભાઈ સવાણી ના આમ આદમી પાર્ટી માથી જવાથી પાર્ટી ને મોટો ઝટકો લાગ્યો છે.

જ્યારે મહેશભાઈ સવાણી એ જણાવ્યું હતુ કે આપમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરું છું, હું હવે આમ આદમી પાર્ટીમાં નથી. હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું, મને કોઈ હોદ્દાનો મોહ નથી. હવે હું સેવા સાથે જ જોડાઈશ. અને જણાવ્યું હતુ કે તેવો ને કોઈ સાથે વાદ વિવાદ પણ નથી.

જો મહેશભાઈ સવાણી ની વાત કરવામા આવે તો ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના છે અને છેલ્લા ઘણા વર્ષો થી સુરત મા અનેક સેવાકીય કર્યો થી જોડાયેલા છે. મહેશભાઈ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે આ ઉપરાંત કરીના કાળ મા પણ અનેક સેવાકીય કર્યો પણ કરેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!