આ કારણે મહેશ સવાણી રોજ પોતાની પુત્રવુધુને પગે લાગે છે ! અત્યાર સુધી મા દિકરીઓ ના લગ્ન પાછળ આટલા કરોડ રુપિયા ખર્ચી નાખ્યા છે….
આજે આપણે ફાધર્સ ડેના દિવસે જાણીશું સુરત શહેરના એક એવા પાલક પિતા વિશે જેમણે અત્યાર સુધીમાં અનેક દીકરીઓ પિતાની ફરજ બજાવી ચુક્યા છે. આજે આપણે મહેશ સવાણીના જીવન વિશે ની ખાસ વાત જાણીએ.હેશ સવાણી રોજ પોતાની પુત્રવુધુને પગે લાગે છે ! આ વાત સાંભળીને આશ્ચય થશે પરંતુ ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે.
મહેશ સવાણી. ગુજરાતની પિતાની વિનાની 4874 દીકરીઓને તેમણે અત્યાર સુધીમાં સાસરે વળાવી છે.એક પિતા તરીકે તેઓ લાડલી દીકરીની જે બધી બાબતોની સંભાળ રાખે એમ જ મહેશભાઈ રાખે છે.
મહેશ સવાણી કહ્યું કે અંબાણી-અદાણી જેટલા રૂપિયા હોત તો હું આખા ગુજરાતની તમામ દીકરીઓના લગ્ન કરાવત. તેમને જે રીતે અનેક દીકરીઓના લગ્ન કરાવ્યા છે ત્યારે તેમની પુત્રવધુ ને એટલો જ પ્રેમ કરે છે.
તમને જાણીને આશ્ચય થશે કેમહેશભાઈ સવાણી માટે કોઈ પણ સ્ત્રી ભગવાનનું રૂપ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મહેશભાઈ સવાણી આજે પણ ઘરની બહાર જાય તો તેમની બંને પુત્રવધૂના ચરણસ્પર્શ કરીને નીકળે છે. પોતાના દીકરા મોહિતના લગ્નમાં પણ તેમણે બધા મહેમાનોની હાજરીમાં નવપરિણીત પુત્રવધૂના ચરણસ્પર્શ કર્યા હતા.
તેઓ પોતાની પુત્રવધૂને કોઈ દિવસ પુત્રવધૂ કહી નથી. દરરોજ ઘરેથી નીકળું તો મારી બંને દીકરીઓ એટલે કે મારા બંને દીકરા મિતુલ અને મોહિતની પત્ની જાનકી અને આયુષીને પગે લાગીને નીકળે છે.
તેઓ બંને પુત્રવધુ ને જ ભગવાન માને છે, જગત જનની એ જ છે. તેઓ કહે છે કે, આ બંને વંશ પણ આગળ વધારવાની છે. એ બંને મારી દીકરીઓ જ છે. બંને દીકરીઓ મારી સ્કૂલ સંભાળે છે. દીકરાઓ બિઝનેસમાં છે અને સોશિયલ પ્રોગ્રામ હોય ત્યારે પણ જવાબદારી નિભાવતા હોય છે.
સમૂહલગ્નમાં જે દીકરીઓ પરણવાની હોય તેની શોપિંગની જવાબદારી પણ નિભાવે છે.’ તેમજ દિકરીઓના લગ્ન માટે તેમને 150 કરોડ રૂપિયાથી વધુની રકમ ખર્ચી છે. ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે.