મહેશભાઈ સવાણીએ લગ્ન કરાવ્યા બાદ દીકરીઓ અને જમાઈઓ ને માટે હનીમૂન ટ્રીપ નુ આયોજન કરી આપ્યુ ! જાણો ક્યા જશે પ્રવાસ અને જુઓ તસ્વીરો
ગુજરાતમાં પાલક પિતા તરીકે ઓળખાતા મહેશ સવાણી દર વર્ષે અનેક દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે અને આ લગ્ન ખૂબ જ ભવ્ય અને આલીશાન હોય છે. આ લગ્નની નોંધ હાલમાં જ સોની ટીવી પર પ્રસારીત થનાર ટીવી શોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં મહેશ સવાણીએ કહ્યું હતું કે અમે માત્ર દીકરીના લગ્ન જ નથી કરાવતા પરંતુ લગ્ન બાદ પણ દીકરીઓની જવાબદારી ઉઠાવીએ છીએ.
ખરેખર આ વાત સાચી પણ છે, કારણ કે દર વર્ષે લગ્ન બાદ મહેશ સવાણી દ્વારા પોતાના ખર્ચે હનીમૂન ટ્રીપનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે પણ હનીમૂન ટ્રીપ 1 ની તસવીરો મહેશ સવાણીએ શેર કરી છે. આ તસવીરો દ્વારા તેમને હનીમૂન ટ્રીપની માહિતી પણ આપી છે. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ ટ્રીપ ક્યાં જવાની છે અને આ ટુર કેટલા દિવસની છે, એ તમામ માહિતી જણાવીએ.
આપણે જાણીએ છે કે, હાલમાં જ પી.પી. સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ આયોજિત તા. ૨૪ અને ૨૫ ડીસેમ્બર ૨૦૨૨ના રોજ ધામધૂમથી વ્હાલી દીકરીઓને પરણાવી સાસરે વળાવતો ભવ્ય પ્રસંગ “દીકરી જગત જનની” યોજવામાં આવ્યો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૯-૧-૨૦૨૩ના રોજ દીકરી-કુમારોનું પ્રથમગ્રુપ મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યું હતું.
સૌથી પહેલા 12 કલાકે મિતુલ ફાર્મ, પ્રાણી સંગ્રાહલયની પાછળ દીકરી-જમાઈઓ એક સાથે એકત્ર કરી મહેશભાઈ દ્વારા પ્રવાસ દરમિયાનનું સીડ્યુલ તેમજ આયોજનની સમજુતી આપવામાં આવી.. ત્યાર બાદ તમામ દીકરી-કુમારો એક સરખા ટીશર્ટ પહેરી બપોરે 3 ; 30 કલાકે રેલ્વે સ્ટેશન પહોચાડવામાં આવ્યા અને ત્યાંથી પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને દીકરી – જમાઈઓને ખુશ ખુશાલ ૧૨ દિવસ મનાલી જવા માટે રવાના કરવામાં આવ્યા હતા.
આ ટુરની સૌથી ખાસ વાત એ છે કે, તમામ દીકરી જમાઈઓને મનાલીમાં હોટેલ – જમવા તમેજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે અને આ ટ્રીપનો તમામ ખર્ચ મહેશ સવાણી અને અન્યદાતાના સહયોગથી કરવામાં આવે છે. ખરેખર આ એક ખૂબ જ સારૂ કાર્ય કહેવાય કારણ કે, તમામ દીકરી અને જમાઈઓને હનીમૂન ટ્રીપ માટે મોકલાવ એ દરેક આયોજકો નથી કરતા.