મહીસાગર મા ડેમ ની સપાટી ઘટતા 850 વર્ષ જુના મહાદેવ ના મંદિર ના દ્વાર ખુલ્યા! તસ્વીરો જોઈ તમે પણ હાથ જોડી લેશો
સૌ મહાદેવનાં ભક્તો માટે એક ખુશીના સમાચાર છે. હાલમાં જ મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની સપાટીમાં હાલ ઘટાડો થતા જ ભગવાન ભોળાનાથના પ્રાચીન મંદિરના દ્વારા ખુલ્યા છે. તમને જાણીને આશ્ચય થશે.
આ પવિત્ર મંદિર ર 850 વર્ષ જૂનું છે.ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલા નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્યા છે. ત્યારે ભક્તો ભાવભીનોર અને ખુશ થઈ ગયા છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,મહિસાગર જિલ્લાની જીવાદોરી સમાન એવા કડાણા ડેમમાં પાણીનું પ્રમાણ ઘટ્યું છે. જળ સપાટી ઉતરતા પાણીની વચ્ચોવચ આવેલા ડુંગરની ગુફામાં નદીનાથ મહાદેવ મંદિર દ્વારા ખુલ્લા થયા છે.
એક લોકવાયકા મુજબ કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહિપુનમ ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો. ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલા ભેકોટલીયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડૂબાણમાં ગયા હતા.
કડાણા ડેમ બન્યાના આજે 50 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. આ દરમિયાન નદીએ અનેક વખત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. જોકે, મંદિરની અંદર ગુફામાં શિવલિંગ છૂટું હોવા છતાં તે પોતાના સ્થાનેથી હલતું નથી. આ જ કારણે શ્રદ્ધાળુઓને આ મંદિર પ્રત્યે ખૂબ આસ્થા રહેલી છે.
ડેમમાં પાણીની સપાટી વધે ત્યારે મંદિર પાણીમાં ગરક થઈ જાય છે. આ કારણે લોકો ત્યાં પહોંચી શકતા નથી. 850 વર્ષ જૂનું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું. આ વર્ષે ફરી એકવાર મંદિર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા છે.