વલસાડ હાઈ વે પર મહીલા તલાટીનુ રોડ એકસીડન્ટ મા કરુણ મોત નિપજ્યું
હાઈ વે પર અવાર નવાર અકસ્માતો ના બનાવો બનતા હોય છે ત્યારે ફરી એક અકસ્માત મા મહીલા તલાટીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 32 વર્ષિય મહીલા તલાટી વલસાડ હાઈવે પર મોપેડ લઇને આવતા હતા ત્યારે સુગર ફેકટરી પાસે વાહનચાલક ટક્કર મારી હતી અને ટક્કર માર્યા બાદ વાહન ચાલક નાસી છુટ્યો હતો જ્યારે મહીલા તલાટી નુ કરુણ મોત થયુ હતુ.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મૂૂળ નવસારીના વતની અને હાલ વલસાડના અબ્રામા ખાતે રહેતા 32 વર્ષિય મહીલા તલાટી કમ મંત્રી નૈમિષાબેન મિતેશકુમાર રાણા તલાટી કમ મંત્રીની મોપેડને વલસાડ સુગર ફેકટરી હાઇવે ઉપર પૂર ઝડપે આવી રહેલા કોઇ અજાણ્યા વાહનચાલકે પાછળ ના ભાગે થી જોરદાર ટક્કર મારી હતી. જેમા નૈમીષાબેન ને ગંભીર ઈજાઓ પહોચી હતી અને ખાસ કરીને માથા ના ભાગે ઈજાવો પહોંચી હતી. સારવાર માટે 108 મારફતે તાત્કાલીક હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા પરંતુ તેમની જીવ બચી શક્યો નહોતો.
નૈમિષાબેન મિતેશકુમાર રાણા વલસાડના અબ્રામામાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા હતા. અને સુખલાવ,વેલપરવા અને આમળી ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. અને તેવો મોપેડ પર અપડાઉન કરતા હતા. ત્યારે ગઈ કાલે સવારે તેવો 10 આમળી પંચાયતે ફરજ બજાવવા ગયા હતા અને ફરજ બજાવી વલસાડ પરત ફરી રહયા હતા ત્યારે બપોરે 2:30 વલસાડ હાઇવે ઉપર સુગર ફેકટરી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સુગર ફેકટરીના ઓવરબ્રિજ ઉતરતાં છેડે વાપીથી સુરત જતાં રોડ પર આ એક અકસ્માત ની ઘટના બની હતી.
નૈમિષાબેન ના અકસ્માત મા મૃત્યુના સમાચાર મળતા જ જીલ્લા તલાટી કર્મચારી વર્ગ મા અરેરાટી વ્યાપી ગઈ હતી.
