India

400 રૂપિયામાં મજૂરી કરનાર મજૂરના ખાતામાં અચાનક આવ્યા 27 કરોડ રૂપિયા ! મજુર રાજી થયો પણ હકીકત સામે પગ નીચેથી જમીન ખસકી…

મિત્રો નસીબ પર કેટલી બધી કેહવત બની ચુકી છે જેમાં જણાવામાં આવે છે કે જયારે ઉપર વાળો આપે છે ત્યારે છપ્પર ફાડી કાઢે છે, આ કહેવતને સાચી પાડતી અનેક એવી સ્ટોરીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી જ હોય છે અમુક વખત કોઈક ગરીબ મજૂરના ખાતામાં કરોડો રૂપિયા આવી જતા હોય છે, ઈ જ એક ઘટના આજે અમે આ લેખના માધ્યમથી લઈને આવ્યા છીએ જેમાં 400 રૂપિયા કમાતા મજૂરના ખાતામાં 27 કરોડ રૂપિયાની મોટી રાશિ આવી ચુકી હતી.

તમને જણાવી દઈએ કે આ પૂરો મામલો ઉત્તર પ્રદેશના કન્નોલ જિલ્લામાંથી સામે આવી છે જ્યા બિહારનો રહેવાસી લાલની કિસ્મત ચમકી ઉઠી હોય તેવો મામલો સામે આવ્યો હતો.આ બિહારીલાલ જયારે બેન્ક ગયો ત્યારે તેને ખબર પડી કે તેના ખાતાની અંદર 27 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આવી ચૂકેલ છે, જાણવા મળ્યું છે કે જયારે આ બિહારીલાલે 100 રૂપિયા કાઢ્યા હતા ત્યાર બાદ તેને સૂચના મળી હતી કે તેના ખાતાની અંદર 27 કરોડ રૂપિયા છે.

આવી જાણ થતા બિહાર લાલના તો હોશ જ ઉડી ગયા હતા અને તે તરત જ બેન્ક ખાતે દોડી ગયો હતો જ્યા ચોખવટ થઇ કે તેના ખાતામાં 27 કરોડ રૂપિયા છે, આ સમાચાર સાંભળતા જ આ વ્યક્તિ ખુશીથી જુમી ઉઠ્યો હતો પરંતુ આ ખુશી-આનંદ લાંબા સમય સુધી ન ટકી શક્યો કારણ કે આ કિસ્સામાં પછી થયું જ કાંઈક આવું.

બિહારીલાલને બેન્કના કર્મચારીઓએ પૂછ્યું કે શું આ રૂપિયા તેના જ છે ? અને પાસબુકની એન્ટ્રી પડાવી તેમ છતાં પણ ખાતામાં આટલા જ કરોડો રૂપિયા પડ્યા હતા,એવામાં બૅનકર્મીઓને શક થતા તેઓએ આ બિહારીલાલનું ખાતું બ્લોક કર્યું અને તપાસ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે બેન્કની તકનીકી ખામીને લીધે અચાનક આ વ્યક્તિના ખાતામાં 27 કરોડ રૂપિયા આવી ગયા હતા,આ વાત સાંભળતા જ બિહારીલાલનો આનંદ નિરાશામાં પરિવર્તિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!