India

ઘર બનાવતી વખતે પરિવાર ના વડીલે એવી જીદ કરી કે જાણી ને તમે વાહ કરી બેઠશો.

હાલ આપણા દેશમાં વૃક્ષો નું મહત્વ ખુબજ ઓછુ થઇ ગયું છે. વૃક્ષો ઉગાડવા કરતા વૃક્ષો નું કપાવવાનું પ્રમાણ વધી ગયું છે. તેવામાં એક પાલનપુર ના ઠક્કર પરિવારે પોતાના ઘરમાં કેટલા વર્ષોથી આંબો રાખ્યો છે. તે જોઈ ત્યાના લોકોને ખુબજ આશ્ચર્ય થાય છે. વાત કરીએ તો પાલનપુર માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ માં રહેતા ઠક્કર પરિવાર કે જે પરિવાર ૩૦ વર્ષ પહેલા રાજકોટ થી પાલનપુર રહેવવા આવ્યા હતા. અને તેઓએ પાલનપુર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ માં ૩૦ વર્ષ પહેલા એક મકાન ખરીદ્યું હતું. અને મહત્વની વાત એ છે કે તેમના આ ઘરમાં આંબા નું વૃક્ષ આવેલ છે. આ આંબા નું વૃક્ષ આ પરિવાર જનો માટે ખુબજ મહત્વનું છે, અને તે આંબાનું વૃક્ષ લાંબા સમયબાદ તેના પરિવાર ના સભ્ય જેવું બની ગયું હતું.

પરંતુ સમય જતા ઘર ને થોડું વધારે મોટું બનાવવા માટે આ આંબા નું વૃક્ષ નડતરરૂપ થતું હતું, એટલે તેને કાપવો પડે તેવી સ્થતિ ઉભી થઇ ગયેલ હતી. પરંતુ આ ઠક્કર ના વડીલ મહેન્દ્રભાઈ જીદ કરી હતી કે આ આંબો અમારા પરિવાર ને જીવ સમાન છે. આ આંબા ને અમે કડી કપાવા દઈશું નહિ. અમે સૌ પરિવાર જનોએ આંબા ને વચ્ચે રાખી રૂમ બનાવ્યો છે. અને આ આંબો અમને ખુબજ પ્રિય છે.

આ આંબો અમને દર વર્ષે સિઝનમાં સારી સારી કેરીઓ આપે છે. અને અમે લોકો આ કેરીઓ ખાઈ ને ખુબજ આનંદ લઈએ છીએ, અને અમારા સગા-વહાલા ને પણ આપીએ છીએ. અને મહત્વની વાત એ છે કે આ આંબો અમારી સમગ્ર અગાશી ને ઢાંકી દે છે, અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળ છાયો આપે છે. આ આંબો અમારા પરીવાર ના જીવ સમાન છે.

ઠક્કર પરિવાર ની વાત કરીએ તો તેમના પરિવાર માં પિતાજી મહેન્દ્રભાઈ ધીરજલાલ ઠક્કર, માતાજી મીનાબેન ઠક્કર, પુત્ર કૃણાલભાઈ ઠક્કર, અને તેમની પત્ની અંકિતાબેન ઠક્કર કે જેઓ ૩૦ વર્ષથી રાજકોટ થી પાલનપુર માં સ્થિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!