બોટાદમાં ખેલાયો ખૂની ખેલ ! રાત્રીના સમયે માલધારી યુવકની તીક્ષ્ણ હથિયારો વડે કારપીણ હત્યા, કારણ……

ગુજરાત રાજ્યમાં અવારનવાર હત્યાના અનેક એવા ચોંકાવી દેતા બનાવો સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. દાડે દિવસે આવી હત્યાની ઘટનાઓ વધતી જ જઈ રહી છે હજુ કાલે જ અમદાવાદ માંથી હત્યાની ઘટના સામે આવી હતી જેમાં લાકડા વીણવા ગયેલી બે મહિલાઓના મૃતદેહ અજ્ઞાત હાલતમાં સિમ માંથી મળી આવ્યા હતા. એવામાં હાલ બોટાદ જિલ્લામાંથી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવકની જૂની અદાવતમાં હત્યા થઇ હતી.

જણાવી દઈએ કે તાલુકાના ઢાકણીયા ગામમાંથી સામે આવી છે જ્યા ગઈકાલ રાત્રીના સમયે 30 વર્ષીય યુવકની અણીદાર હથિયારના ઘા ઝીકીને ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે ગામમાં ભારે અરેરાટી વ્યાપી હતી અને તુરંત જ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જૂની અદાવતને ધ્યાનમાં રાખીને ભરવાડ યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી જયારે બીજા બે વ્યક્તિઓને ગંભીર ઇજા પોહચી હતી, હાલ ઇજાગ્રસ્તો ભાવનગર તથા બોટાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

દિવ્યભાસ્કરના એહવાલ મુજબ જાણવા મળ્યું છે કે ઢાકણીયા ગામમાં રહેતા 30 વર્ષીય નવઘણ ઝાલાભાઇ જોગરાણાની ખુબ ક્રૂરતા પૂર્વક ગઈકાલે રાત્રે હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યાના આ બનાવમાં બંને પક્ષો વચ્ચે અથડામણ થતા નવઘણ ઝાલાભાઇનું તો મૃત્યુ જ નીપજી ગયું હતું પરંતુ તેમની સાથે રહેલા મૂંઆ જોગરાણા અને તેજા જોગરાણાને ગંભીર ઇજા થતા તેઓને બોટાદ તથા ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થાની સાથે જ પોલીસ દોડતી થઇ ગઈ હતી અને આ પુરી ઘટના અંગેની તપાસ હાથ ધરી આ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી હતી.આરોપીઓ પર સંકજો કસવા માટે સ્થાનિક પોલીસે અલગ અલગ ટિમો બનાવીને શોધખોળ હાથ ધરી છે. ભરવાડ યુવકનું મૃત્યુ થતા માલધારી સમાજ રોષે ભરાયો છે અને આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માગણી કરી રહ્યા છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *