Entertainment

આજે પણ લોકો નથી જાણતા કે મમતા સોની ગુજરાતી નથી આ રાજ્ય છે ! જાણો હાલ આ અભીનેત્રી જીવન મા શુ કરી રહી છે.

ગુજરાતી સિનેમામાં રૂઅલ ફિલ્મની લોકપ્રિય અભિનેત્રી મમતા સોનીનું નામ આવતાની સાથે જ તમને રાધાનું પાત્ર સામે આવી જશે. જે રીતે નરેશ અને સ્નેહલતા તેમજ હિતેન અને રોમા ની જોડી ગુજરાતી સિનેમામાં સુપર હિટ હતી. એવી જ રીતે ગુજરાતી ફિલ્મોમાં વિક્રમ અને ચંદન સાથે મમતા સોની સુપર હિટ ગણાય છે. મમતાએ ગુજરાતી સિનેમાની અઢળક ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ અનેક ગુજરાતી આલ્બમમાં કામ કર્યું છે. ત્યારે આજે આપણે મમતા સોનીના જીવન વિશે જાણીશું.

તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાતી સિનેમા એવા ઘણા કલાકારો છે જેઓ મૂળ ગુજરાતી ન હોવા છતાં પણ ગુજરાતી ફિલ્મોમાં પોતાનું નામ બનાવ્યું છે. આ કલાકારોના મમતા સોનીનું નામ પણ મોખરે છે. તમને આશ્ર્ચર્ય થશે કે, મમતા સોની મૂળ ગુજરાતી નથી પરંતુ રાજસ્થાની છે. આ અભિનેત્રીએ અત્યાર સુધી ગુજરાતી, હિન્દી, મરાઠી અને રાજસ્થાની મળી 27થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

મમતા સોની અજમેરના કિશનગઢના નાનકડાં ગામ ભદૂણની વતની છે, જ્યારે તેમના મમ્મી રાજસ્થાનના નાનકડાં ગામ પાટણના અને મમતાનો જન્મ નાનીમાનાં ઘરે જ થયો હતો. તેમના ઘરમાં થી કોઈપણ અભિનય કળા સાથે જોડાયેલ ન હતું. તેમના પપ્પા આર્મીમાં એન્જિનિયર છે. તેમના ઘરની સ્ત્રીઓ બહુ બહાર નીકળતી ન હતી. નાનપણથી જ ડાન્સની શોખીન મમતા જામનગરમાં ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગયા હતા અને ત્યાં એક ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કેમેરામેનની નજરમાં આવી ગયા અને અભિનેત્રીની સફર શરૂ થઈ. 

મમતા સોનીએ સૌપ્રથમદિગ્ગજ દિગ્દર્શક કાંતિ દેવની `તરસી મમતા` ફિલ્મમાં કામ કર્યુ હતું. આ ફિલ્મ પછી મમતા સોનીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ. ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર સાથે તો જાણી તેની જોડી લોકપ્રિય થઈ ગઇ. ફિલ્મ પડદે મમતા સોની સૌથી હિટ જોડી વિક્રમ ઠાકોર સાથે રહી છે. વિક્રમ ઠાકોર સાથેની મોટભાગની ફિલ્મોમાં મમતા સોનીનું નામ રાધા જ રહ્યું છે. મમતા સોનીની પ્રથમ હિટ ફિલ્મ `એક વાર પિયુને મળવા આવજે` છે. જેમાં તેઓ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં તેમની સાથે વિક્રમ ઠાકોર હતાં. મમતા સોની જ્યારે ફિલ્મોમાં આવ્યા ત્યારે ગુજરાતી ભાષા બોલતા પણ ન આવડતી હતી એટલે તેમણે ગુજરાતી ભાષા શીખી.

તમને જાણીને નવાઈ લાગશે કે, સ્ટેજ પર પોતાની આગવી સ્ટાઈલમાં શાયરી બોલીને મમતા સોની અનેક દિલો પર રાજ કરે છે. હાલમાં મમતા સોની લાઈવ શો કરે છે અને સાથે સાથે તે એક ઈન્ફ્લુએન્સર તરીકે પણ નામના ધરાવે છે. મમતા સોની ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ છે. હાલમાં પણ તેઓ અભિનય સાથે જોડાયેલ છે. 6 મેનાં રોજ ગુજરાતી સિનેમાની પહેલી ઐતિહાસિક ફિલ્મ નાયિકા દેવીમાં તે સહસ્તરકલાના પાત્રમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!