અમદાવાદમાં મિત્રએ જ કર્યું મિત્રનું અપહરણ ! અપહરણ કરીને ચાકુની ધારે એવી ધમકી આપી કે…અપહરણનું કારણ જાણી તમને ભારે આંચકો લાગશે
મિત્રતા એક એવો સબંધ છે જેને અમુક લોકો ખુબ સારી રીતે નિભાવી દેતા હોય છે તો અમુક લોકો આવી મિત્રતાનો ફાયદો પણ ઉઠાવી લેતા હોય છે. એવામાં અમદાવાદ શહેરમાંથી ખુબ હચમચાવી દેતી આ ઘટના સામે આવી છે જેમાં એક મિત્રએ પોતાના જ મિત્રનું અપહરણ કરીને ચાકુ બતાવી ધમકી આપવા જેવું ક્રૂર કૃત્ય કર્યું હતું. આ પૂરી ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા તેઓએ આ ઘટનાના આરોપી વિરુધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જણાવી દઈએ કે શહેરના વાડજમાંથી આ બનાવ સામે આવ્યો છે જ્યાં 22 વર્ષીય જીગ્નેશ ધવલે પોતાના મિત્ર સુનીલ મારવાડીને બાઈક લેવા માટે મદદ કરી હતી, જે બાદ બાઈક આવી જતા સુનીલ મારવાડી પૈસા આપવામાં ઇનકાર કરવા લાગ્યો હતો. એવામાં આ બાદ ધવલે તરત જ ફાઇનાન્સ કંપનીને આ ગાડી જપ્ત કરી લેવાની અપીલ કરી હતી, જે પછી કંપનીના અધિકારીઓએ આવીને આ ગાડીને જપ્ત કરી લીધી હતી. આ વાતથી ગુસ્સે થયેલ સુનીલ મારવાડીએ ધવલનું અપહરણ કરીને ધાક ધમકાવ્યો હતો.
આ પૂરી ઘટના અંગે જીગ્નેશ ધવલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2022માં મિત્ર સુનીલે 20 હજાર રૂપિયાનું ડાઉનપેમેન્ટ બાઈક લીધી હતી, આ બાઈક માટે ધવલના નામ પરથી લોન લેવામાં આવી હતી જે પછી આરોપી સુનિલે હપ્તા ભરવાનું બંધ કરી દેતા ફાઇનાન્સ કંપનીનો લેટર ધવલ પાસે આવ્યો હતો, જે બાદ ધવલે મિત્ર સુનિલને હપ્તો ભરવા માટે આજીજી કરી તેમ છતાં સુનિલ ટસનો મસ જ ન થયો અને હપ્તા ભરવામાં ઇન્કાર કરવા લાગ્યો.
સુનીલના આવા વર્તાવને જોઈને ધવલે ફાઇનાન્સ કંપનીને સંપર્ક કરીને વાહન જપ્ત કરી લેવાનું કહ્યું.6 નવેમ્બરના રોજ સુનિલ મારવાડીની બાઇકને ફાઇનાન્સ કંપની જપ્ત કરી ગઈ. જે પછી સુનિલને ખુબ ગુસ્સો આવતા તેને 9 નવેમ્બરના રોજ જયારે ધવલ પોતાની સોસાયટી બહાર ઉભો હતો ત્યારે સુનિલ મારવાડી અને આકાશસિંહ પડિયાર ત્યાં આવ્યા હતા અને ધવલનું અપહરણ કરીને રામોલ લઇ જવામાં આવ્યો.
જ્યા તેને ચાકુ બતાવીને ધમકી આપવામાં આવી કે જે 20 હજાર બાઈક ખરીદતી વખતે ડાઉનપેમેન્ટના ભર્યા હતા તે ધવલ પરત કરી આપે. આ સમયે ધવલ રાડે રાડ કરી મુકતા બને આરોપીએ ધવલ પર હુમલો કરીને નાસી ગયા હતા. હાલ ધવલ સારવાર અર્થે હોસ્પિટલમાં છે જ્યાં જાણવા મળ્યું છે કે તેને ફેક્ચર છે. હાલ આ ઘટના અંગે પોલીસે એક્શન લીધો છે અને આરોપીની તપાસમાં લાગી ચુકી છે.