અનેક હિન્દી અને ગુજરાતી હિટ ગીતો આપનાર મનહર ઉધાસ મુળ ગજરાત ના આ ગામના વતની છે જાણો હાલ શુ કરે છે
ગુજરાતની ધરામાં અનેક અમૂલ્ય રત્નો એ જન્મ લીધો છે, આજે દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓનો ફાળો રહ્યો છે. કોઈપણ ક્ષેત્ર લઈ લો ભલે તેઓ આજે ગુજરાતમાં ન હોય પરતું તેઓ મૂળ તો ગુજરાતના જ છે. આજે આપણે ગુજરાતનાં એક એવા વ્યક્તિની વાત કરીશું જેમણે 90 દશક થી સંગીત ક્ષેત્રમાં મહ્ત્વનું યોગાદન આપ્યું છે. આજે આપણે લોકપ્રિય સંગીતકાર એવા મનહર ઉધાસ વિશે જાણીશું. તેઓ ખૂબ જ ઉમદા ગાયલ કલાકાર છે, આજે તેઓ ગુજરાતમાં અનેક જગ્યાઓએ થતા રાજકીય, સામાજિક, પારવારીક કાર્યક્રમોમાં હાજરી આપે છે.
મનહર ઉધાસનો જન્મ સૌરાષ્ટ્રનાં જેતપુરનાં ચારણ(ગઢવી) પરિવારમાં થયો હતો.તેમનું મૂળ ગામ રાજકોટમાં આવેલ ચરખડી છે. મનહર ઉધાસ તેઓ ત્રણ ભાઈઓ છે.તેમનાં પિતાનું નામ કેશૂભાઈ ઉધાસ અને માતાનું નામ જીતૂબેન છે. અને ગાયક કલાકારપંકજ ઉધાસ અને નિર્મલ ઉધાસના મોટા ભાઈ છે. મનહર ઉધાસ એગુજરાતમાં મિકેનિકલ એન્જિનિયરિંગની તાલીમ પૂર્ણ કરી અને નોકરીની શોધ માટે 1960 ના દાયકાના અંતમાં મુંબઈ ગયા. તેમને બાળપણથી જ સંગીતમાં રસ હતો. મુંબઈમાં ગુજરાતી ફિલ્મ બનાવતા તેમના સાળાએ તેમનો પરિચય સંગીત દિગ્દર્શક કલ્યાણજી આનંદજી સાથે કરાવ્યો. ગીત રેકોર્ડીંગમાં મદદ કરવા ઉધાસ કલ્યાણજી આનંદજી સાથે જ રહ્યા.
એકવાર ગાયક મુકેશ હાજર ન હતા. તેથી ઉધાસના અવાજમાં ગીત ડબ કરવાનું નક્કી થયું અને પછી મુકેશ તેના પર ગીત ગાશે. આ ગીત 1969ની ફિલ્મ વિશ્વાસનું ‘આપ સે હમ કો બિચ્છડે હુયે એક જમાના બીત ગયા’ હતું. જ્યારે મુકેશે ગીત સાંભળ્યું ત્યારે તેણે કહ્યું કે ઉધાસે આ ગીત સંપૂર્ણ રીતે ગાયું છે અને તેના અવાજમાં ગીત રેકોર્ડ કરવાની કોઈ જરૂર નથી. ગીત હિટ થયું. તે તેની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
મનહર ઉધાસ ફિલ્મ જગતના ઘણા સંગીતકારો સાથે કામ કર્યું છે અને બોલિવૂડના ઘણા હીરોને પોતાનો અવાજ આપ્યો છે.તેમણે 300 થી વધુ ફિલ્મો માટે ગીતો ગાયા છે – ગુજરાતી, હિન્દી, પંજાબી, બંગાળી અને અન્ય ઘણી બધી ભાષાઓમાં તેમના ભાઈ પંકજની જેમ ગઝલો ગાવા માટે જાણીતા છે. તેણે 30 આલ્બમ્સ રિલીઝ કર્યા છે.છેલ્લું એક, “આશીર્વાદ”, ઑસ્ટ્રેલિયામાં નવેમ્બર 2013માં લૉન્ચ થયું હતું.
તેમણે પંકજ સાથે આલ્બમ્સ અને લાઈવ શોમાં પણ કામ કર્યું છે. તેમનું 31મું આલ્બમ અલંકાર 18 જાન્યુઆરી 2015ના રોજ વડોદરા ખાતે વડફેસ્ટ ખાતે રિલીઝ થયું હતું. તેમનું નવીનતમ આલ્બમ “આકારશન” 5 મે 2018 ના રોજ આણંદ, ગુજરાત ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મ કાગઝ કી નૌહર જનમ મે હમારા મિલન – 1978 માટે પણ ગાયું હતું. આજના સમયમાં પણ તેઓ એ સંગીતનો સાથ છોડ્યો નથી. કહેવાય છે કે, જે વસ્તુઓ સાથે લગાવ હોય તે કયારેય ન વિસરી શકાય.જો મનહર ઉધાસ હાલ શુ કરે છે એની વાત કરવામા મા આવે તો હાલ પણ મ્યુઝિક શેત્ર મા સક્રીય છે અને અનેક કાર્યક્રમો મા પણ ભાગ લે છે આ ઉપરાંત તેમના ગીતો હાલ પણ યુ ટયુબ પર પણ આવે છે. આ ઉપરાંત હાલ જ Divyabhaskar ના એવોર્ડ શો મા તેમણે હાજરી આપી હતી અને સંગીત પણ રજુ કર્યુ હતું.