Gujarat

બુચ ચંપલ વાંચનારના દિકરાને IPL મા મળ્યા 2 કરોડ 60 લાખ ! ગુજરત ટાઈટન્સે ટીમ મા…

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૫ મી સીઝન પહેલા IPL ૨૦૨૨ મેગા ઓક્શનમાં એક એવો ખેલાડી જેનું ખેલ જગતમાં નામ જાણીતું નથી તેવો અભિનવ મનોહરએ ટીમ માલિકોએ ખુબ જ પસંદ કર્યો અને આ જ કારણ છે કે આ ક્રીકેટર પર ગુજરાતની ટીમ ગુજરાત ટાઈટન્સે ૨.૬ કરોડ રૂપિયા રોક્યા. ખાસ વાત એ છે કે અભિનવની મૂળ કિમત ૨૦ લાખ રૂપિયા હતી પરંતુ બોલી લાગતા લાગતા આ કિમત ૧૩ ગણી વધી ગઈ ઘણી ટીમો દ્વારા અભિનવને ખરીદવા માટે બોલી લગાડવામાં આવી અંતે ગુજરાતે તેને પોતાની ટીમમાં લેવામાં સફળતા મેળવી.

અભિનવ મનોહરનું નામ ઘણા બધા લોકોએ પહેલી વખત સાંભળ્યું હશે પરંતુ IPL ના મેગા ઓક્શનના પહેલા દિવસે ઘણી બધી ટીમો તેમને પોતાની ટીમમાં લેવા માટે હરીફાઈ કરતી જોવા મળી. દિલ્હી કેપીટલ્સ અને કોલકતા નાઈટ રાઈડર વચ્ચે આ યુવા ખીલાડીને પોતાની ટીમમાં લેવા માટે હરીફાઈ જોવા મળી અંતમાં ગુજરાત ટાઈટન્સએ બાઝી મારી લીધી ત્યારે લોકોને નવાઈ લાગી કે અનકેપડ ખિલાડી માટે કંપની અટલો ખર્ચો કેમ કરી રહી છે. તો આવો જણાવી દઈએ તમને કે કોણ છે આ ખિલાડી…

અભિનવ મનોહર ૨૭ વર્ષનો ક્રીકેટનો ખિલાડી છે તે કર્નાટકના બેંગ્લોરનો છે.સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની તાજેતરની સીઝનમાં અભિનવે ડેબ્યુ કર્યું હતું હજુ પણ તે પોતાની કારકિર્દીના પ્રથમ તબક્કામાં છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ના ફાઈનલમાં તમિલનાડુની સામે અભિનવે ૩૭ દડામાં ૪૬ રન બનાવી બનાવી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું જેમાં ૪ ચોકા અને ૨ છક્કાનો સમાવેશ થાય છે. પહેલા અભિનવ કર્ણાટક પ્રીમિયર લિગ પણ રમી ચુક્યા છે હવે પહેલી વખત IPLમાં સામેલ થયા છે.

અભિનવ મહેરા વિશે વધુ જણાવી દઈએ કે ૨૭ વર્ષના આ ખીલાડીને ૫ વર્ષ પહેલા ટ્રાયલમાં સારું પ્રદર્શન ન કરવાને કારણે મુંબઈ ઇન્ડિયનમાં સ્થાન નહોતું મળી શક્યું.તેમની નાની બહેન શરણ્યા શતરંગની એક ઈન્ટરનેશનલ ક્રીકેટર છે અને તેણી જર્મની માટે રમે છે. પિતાને ચપ્પ્લની દુકાન છે. આવામાં મનોહરએ ખુબ મહેનત કરી અને પરિણામે તેનું IPLમાં રમવાનું સપનું સાકાર થઈ ગયું. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન છે.ઓક્શનમાં ૨૦૦ થી વધારે ખિલાડીઓને ખરીદવામાં આવ્યા હતા.

અભિનવ જમણા હાથનો બેટસમેન છે અને લેગ બ્રેક સ્પિનર છે તે પોતાની જડપી બેટિંગ માટે જાણીતો છે ઘણા લોકો તેની સરખામણી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે પણ કરે છે.ક્રિકઇન્ફો સાથે વાત કરતા અભિનવ મનોહર જણાવે છે કે “ હરાજીને કારણે હું રાતે ઊંઘી શકતો નહિ છેલ્લા એક અઠવાડિયાથી હું રાત્રે ૩ થી ૪ કલાક ઊંઘી શકતો હતો. તે ચિંતા અને ઉતેજનાને કારણે હતું “ જો કે અભિનવને ૩ મહિના પહેલા સપને પણ ખ્યાલ ન હતો કે તે અહિયાં સુધી પહોચી શકશે કારણ કે કર્ણાટકની ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત ન હતું. જેમણે પોતાની મહેનત પર વિશ્વાસ હોય તે જીવનમાં કંઈપણ હાસિલ કરી શકે છે આ વાત પરથી તે સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!