જનમ જનમ નો સાથ ! પતિ નો જીવ જતા પત્ની એ પણ પ્રાણ છોડ્યા, અને દીકરોઓ એ કાંધ આપી…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી પોતાના આખા જીવનમાં અનેક સંબંધો બાંધે છે. આવા જ સબંધો પૈકી એક સંબંધ પતિ અને પત્નીનો માનવમાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે પતિ પત્નીનો સંબંધ ઘણો જ પવિત્ર માનવામાં આવે છે. લગ્નએ બે વ્યક્તિ અને બે પરિવારને જોડે છે. લગ્ન બાદ લગ્ન કરનાર વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. કારણ કે લગ્ન પછી તેમના જીવનમાં નવા વ્યક્તિનો પ્રવેશ થાય છે. પહેલા જ્યાં વ્યક્તિ પોતાના વિશે વિચારતો હોઈ ત્યારે લગ્ન બાદ તેને પોતાના જીવન સાથી વિશે પણ વિચારવું પડે છે.
તેમાં પણ લગ્ન જીવન ને સંસાર રૂપી ગાડી માનવામાં આવે છે. કે જેમાં એક પૈડું પતિ અને બીજું પૈડું પત્ની હોઈ છે. આ બંને પૈડાંએ ભેગા મળીને જીવન રૂપી આ ગાડીને આગળ લઇ જવાની હોઈ છે. તેમાં પણ લગ્ન સમયે પતિ પત્ની એક બીજાને એક જન્મ નહિ પરંતુ જન્મો જન્મ સાથે રહેવાનું વચન આપે છે અને જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ અને પડકારોને સાથે મળીને પાર પાડવાનું પણ વચન આપે છે.
પરંતુ ઘણી વખત આ સાથે રહેવાનું વચન અધૂરું રહી જાય છે. કારણ કે ઘણી વખત પતિ કે પત્ની માંથી કોઈ એક વ્યક્તિનું અવસાન થાય છે. આ એકલા રહેવાનું દુઃખ કેટલું હોઈ છે તેના વિશે કદાચ આપણે અંદાજ પણ ના લગાવી શકીએ. પરંતુ ઘણી એવી પણ દંપતી હોઈ છે કે જે પોતાના સાથે રહેવાના આ વચનને નિભાવે છે. અને સાથે જીવે છે અને સાથે જ મૃત્યુ પણ પામે છે. આપણે આજે એક એવા જ કિસ્સા વિશે વાત કરવાની છે કે જ્યાં એક વૃદ્ધ દંપતીએ પોતાના આ સાથે રહેવાના વચનને નિભાવ્યું અને મૃત્યુ પણ તેમના આ વચન ને તોડી ના શકી.
જણાવી દઈએ કે આ ઘટના રાજસ્થાન ના નાગૌર ની છે. કે જ્યાં એક વૃદ્ધ દંપતીનું સાથે અવસાન થયું છે. જો વાત આ દંપતી અંગે કરીએ તો તેમાં પતિ નું નામ રાણારામ સેન છે તેમની ઉમર 78 વર્ષ હતી. જયારે તેમના પત્નીનું નામ ભંવરી દેવી હતું તેમની ઉમર 75 વર્ષ હતી. એક દિવસ રાણારામ સેનને શ્વાસ લેવામાં તકલીફ જણાઈ જેથી તેમને સારવાર માટે પ્રથમ નાગૌર અને તે બાદ જોધપુર સારવાર માટે લઇ જવામાં આવ્યા જો કે ત્યાં તેમનું મૃત્યુ થયું.
આ વાત ની જાણ તેમના પરિવાર ને કરવામાં આવી અને જયારે રાણારામ સેનના મૃત દેહને તેમના ઘરે લાવવામાં આવ્યા ત્યારે પોતાના પતિને આવી હાલત માં જોઈને તેમની પત્ની ભંવરી દેવી પણ મૃત્યુ પામ્યા. આમ એક સાથે આ દંપતીના મૃત્યુ થયા દંપતી વર્ષોથી એક બીજા સાથે રહેતી હતી લોકોના જણાવ્યા પ્રમાણે તેમની વચ્ચે અતૂટ પ્રેમ હતો. આ તેમના પ્રેમનું જ પ્રમાણ હતું કે બંને પતિ પત્ની સાથે મૃત્યુ પામ્યા હતા.
મળતી માહિતી મુજબ રાણારામ સેન અને ના લગ્ન 58 વર્ષ પહેલા ભંવરી દેવી સાથે થયા હતા તેમને કોઈ પુત્ર નથી ફક્ત બે પુત્રીઓ જ છે. અને તેમના પણ લગ્ન થઇ ગયા છે. આ બંને પુત્રીએ એક સાથે માતા પિતાની છત્ર છાયા ગુમાવી હતી. જે બાદ બંને પુત્રીએ સંપૂર્ણ રીતિ રિવાજ સાથે માતા પિતાને અંતિમ વિદાઈ આપી હતી. આ સાથે બેન્ડ બાજા સાથે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં આખું ગામ જોડાયું હતું. ગામના લોકોના જણાવ્યા અનુસાર આ વૃદ્ધ દંપતી ગામના શનિ દેવ મંદિર માં પૂજા કરતા હતા. તેમના અવસાન પછી આખા ગામમાં શોક નો માહોલ છે.
