લગ્ન નો પ્રસંગ માતમ મા ફેરવાયો ! વરરાજા ના પિતા, કાકા અને ભાણી નુ અકસ્તમાત મા કમકમાટીભર્યુ મોત…
દિવસે ને દિવસે રોડ અકસ્માતનાં બનાવો બની રહ્યા છે, ત્યારે ફરી એકવાર ગુજરાત પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ગંભીએ અકસ્તમાત સર્જાતા પરિવારનાં ત્રણ સભ્યોનું દુઃખદ નિધન થયું તેમજ અન્ય પાંચ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા. આ ઘટના દુઃખ વાત તો છે કે, જે ઘરમાં લગ્નના ગીતો ગુંજવા નાં હતા એક ઘરમાં મોતના મરશિયામાં ગવાઈ રહ્યા છે. આ ઘટના વિશે વિસ્તુત માહિતી આપીએ.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આ ગંભીર અકસ્તમાત સર્જાયો. આ ઘટના બનવાનું કારણ જાણવા મળ્યું છે કે, ઇકો કારનું ટાયર ફાટી ત્રણ સભ્યોનાં કમકમાટીભર્યાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. એક તરફ પરિવારનાં લોકો પુત્રના લગ્ન હોવાથી પરિવાર અમદાવાદ રહેતાં વેવાઈના ઘરે લગ્ન લખાવવા માટે ગયા હતા પરતું વિધાતા એ લેખ કંઈક બીજા લખ્યા હશે.

જ્યારે પરિવાર અમદાવાદથી પરત ફરતાં ચાણસ્માના કંબોઈ પાસે ગાડીનું ટાયર ફાટી જતાં ગાડી પલટી ખાઈ ગઈ હતી. જેમાં વરરાજા પિતા અને કાકા તેમજ 7 વર્ષની ભણી મોત નિપજ્યું હતું. જ્યારે 5 સભ્યોને ઈજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં પરિવાર લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
આ પરિવાર વિશે જાણીએ તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામમાં રહેતાં ભીખાભાઈ નાઈના પુત્ર ભરતના 24 તારીખે થવાના હતા અને આ જ કારણે લ ગ્નન કારણે ઘરમાં ચારેબાજુ ખુશીનો છવાયેલ હતી.લગ્ન માટેની કંકોત્રી પણ સંબંધીઓને આપી દેવામાં આવી હતી. લગ્નમાં વેવાઈના ત્યાં લગ્નની કંકોત્રી લખાવવાની બાકી હતી. જેથી ભીખાભાઈ પોતાના પરિવાર સાથે લગ્નની કંકોત્રી લખાવવા માટે અમદાવાદ રહેતાં પોતાના વેવાઈના ઘરે ગયા હતા.

વેવાઈનાં ઘરે થી પરત ફર્યા ત્યારે જ તેમને કાળ ભરખી ગયો અને લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. આ વાતની જાણ થતાં જ વરરાજા ભરતભાઈ તુટી પડ્યા હતા અને આખું અબિયાણા ગામ ચોધારે આંસુ રડી પડ્યું. વાતની જાણ થતાં જ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે આ દુઃખદ સમાચાર વાયુવેગે ફેલાતાં સમગ્ર પંથકમાં આઘાતની લાગણી છવાઈ ગઈ હતી. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે તેમજ ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓ જલ્દી સ્વસ્થ થઈ જાય અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
