જામનગર મા વરરાજા નુ નાક ખેંચવાથી બબાલ થઈ અને જાન લીલા તોરણે પાછી વળી ! જાણો પુરી ઘટના….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે. તેવામાં અનેક યુગલો આ પાવન સમયગાળામાં એક બીજા સાથે લગ્ન ના પવિત્ર સંબંધ સાથે જોડાઈ જશે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પોતાના લગ્ન ઘણા મહત્વ ધરાવે છે. જેના કારણે જેમના લગ્ન હોઈ તેમની ઈચ્છા પોતાના લગ્નને વધુ ને વધુ યાદગાર બનાવવાની હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્નના કારણે બે વ્યક્તિ જ નહિ પરંતુ બે પરિવાર જોડાઈ છે. માટે લગ્ન કરનાર બંને વ્યક્તિઓ ઉપરાંત તેમના પરિવાર માં પણ એક બીજા પ્રત્યે યોગ્ય સમજ હોઈ તે જરૂરી છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે. દેશમાં લગ્નને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. અને લગ્નમાં અનેક વિધિઓ હોઈ છે. જે પૈકી અમુક જરૂરી વિધિઓ હોઈ છે તો અમુક મજાક મસ્તી માટે કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત આવી વિધિઓ લોકોને ભારે પડે છે. જેના કારણે લગ્ન દ્વારા જ્યાં બે વ્યક્તિઓ એક બીજા સાથે જીવનભર જોડાવાના હોઈ છે તેઓ એક બીજાથી અલગ થઇ જાય છે.
હાલમાં લગ્નનો એક આવો જ બનાવ સામે આવ્યો છે કે જ્યાં લગ્ન સમયે નાની એવી બાબત ના કારણે એવી મોટી બબાલ થઈ ગઈ કે જાન લઈને આવેલા લોકોને લગ્ન કર્યા વગર જ પાછું જવું પડ્યું હતું. તો ચાલો આ આખી બાબત શું છે તેના વિશે માહિતી મેળવીએ. મિત્રો જણાવી દઈએ કે આ બનાવ જામનગર નો છે. જો વાત આ લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે જામનગર માં આવેલા લીમડાલેન વિસ્તાર માં રહેતા એક યુવક કે જેઓ હાલમાં અમેરિકામાં કાયમી થયા છે. તેમના પ્રેમ સંબંધો અહીંની જ એક યુવતી સાથે હતા.
ધીરે ધીરે તેમના સંબંધ માં વધારો થતો ગયો અને બંને પ્રેમી પંખીડાએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને આ બાબત અંગે પોતાના પરિવાર ને જણાવ્યું જે બાદ બંને ના પરિવારે આ પ્રેમ લગ્નને લીલી ઝંડી આપી અને લગ્ન નક્કી થયા જે બાદ જયારે આ વરરાજા જાન સાથે લગ્ન સ્થળે આવ્યા ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આવા સમયે કન્યા ની માતા વરરાજા નું નાક ખેંચે છે. જો એ અહીં અમેરિકી વરરાજા ના પરિવાર દ્વારા આ વિધિ કરવાની ના પડી જો કે કન્યા ની માતાએ વરરાજા ના પરિવાર અને આ વિધિ નું માન રાખતા નાક ખેંચવાને બદલે માત્ર નાકને અડ્યા બસ આટ્લમાં વરરાજાના પક્ષના લોકો ઉગ્ર થઇ ગયા. અને તેમણે કન્યાની માતા ને ઘણું કહેવા લાગ્યા.
જોત જોતામાં માહોલ ગરમ થઇ ગયો બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઇ આ સમયે કન્યા બારણાં પાસે આવી અને આ બાબત અંગે સાંભળતી હતી. અને આ બહાદુર કન્યાએ પોતાની માતાનું અપમાન કરનાર વ્યક્તિઓ સાથે સંબંધ ના રાખવાના ઇરાદે આ યુવક સાથે ના પ્રેમ લગ્ન તોડી નાખ્યા અને જાનને પછી મોકલી દીધી. આમ પોતાની માતા ના સ્વાભિમાન માટે આ યુવતીએ પોતાનો પ્રેમ પણ જતો કર્યો.