પટેલ યુવાનને લગ્નનો હરખ ભારે પડ્યો! લગ્નના 21 દિવસ પછી યુવતીએ કર્યું, યુવાન પગ નીચેથી જમીન સરકી ગઈ…
ગુજરાતમાં લૂંટરી દુલ્હનના બનાવો બહુ વધી રહ્યા છે. ગુજરાતીમાં કહેવત છે ને કે, લગ્નનો લાડવો ખાઈ એ પછતાય અને ના ખાઈ એ પણ! ત્યારે હાલમાં જ લગ્નની લાલચે એક યુવાન સાથે રૂ.5લાખની છેતરપીંડી થઈ. આ ઘટના જાણીને તમે પણ ચોંકી જશો. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો, હાલમાં જ જાણવા મળ્યું છે કે વિસનગર શહેરની પંચશીલ રેસીડેન્સીમાં રહેતા યુવકે વલસાડની યુવતી સાથે રૂ.5 લાખ આપી લગ્ન કર્યા હતા.
જે રીતે દરેક યુવાનો સાથે બને છે, એવું જ આ યુવાન સાથે પણ બન્યું હતું. 21 દિવસ બાદ તેનાં પિયરિયાં આવીને લઇ ગયા હતા. યુવકે તેની પત્નીને મોકલવા ફોન કરતાં સામેથી ધમકી અપાતાં યુવકે શહેર પોલીસ મથકે લુટેરી દુલ્હન સહિત 4 શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.આ ઘટના અંગે દિવ્યભાસ્કરનાં અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું કે, વડનગર તાલુકાના પીંપળદર ગામના અને હાલ વિસનગરની પંચશીલમાં રહેતા.
મિતેશભાઇ કનુભાઇ પટેલ અપરિણીત હતા જેથી તેમના બનેવી જયેશભાઇની ઓફિસે આવતા પટેલ રજનીભાઇએ તેમના મિત્ર રાવળ ચેતનભાઇ મારફતે લગ્ન કરાવવાની વાત કરી હતી. 15 એપ્રિલે વલસાડ ખાતે રામાણી હિતેશભાઇ વિમલેશભાઇના ઘરે ગયા હતા અને સજના બહેનની ભાણી નયનાબેન ગુરૂરાજભાઇ યુવતી સાથે લગ્નનનું નક્કી કરેલ.
લગ્ન કરવા હોય તો રૂ.5 લાખ આપવા પડશે તેમ જણાવતાં મિતેશભાઇએ તે દિવસે રૂ.50 હજાર આપ્યા હતા. જ્યારે આ લોકો 18 એપ્રિલ, 2022ના રોજ વિસનગર આવી સગાઇ નક્કી કરતાં રૂ.1.50 લાખ અને 22 એપ્રિલના રોજ લગ્નવિધિ બાદ બાકીના રૂ.3 લાખ આપ્યા હતા. દરમિયાન, 13 મેના રોજ મિતેશભાઇ અને તેમના બનેવી ફેક્ટરીએ ગયા હતા.
5 દિવસ અગાઉ મિતેશભાઇએ હિતેશભાઇ રામાણીને ફોન કરતાં પૈસા પરત નહીં મળે અને નયના પણ તમારા ઘરે હવે નહીં આવે. અહીં આવશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપતાં મિતેશભાઇને છેતરાયા હોવાનો માલુમ પડ્યું હતું. યુવકે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.