Entertainment

બોલીવુડ એક્ટર સ્વરા ભાસ્કરે મુસ્લિમ નેતા સાથે કોર્ટ મેરેજ કરી લીધા…જુઓ તસવીરો

લગ્નનો માહોલ ચાલી જ રહ્યો છે, ત્યારે હાલમાં જ બોલીવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે મુસ્લિમ નેતા ફહાદ જિરાર અહમદ સાથે
દામ્પત્ય જીવનની શરૂઆત કરી છે. આ ગુડન્યૂઝ આપતા પોતાની લવલાઈફની સાથે-સાથે પોતાના કોર્ટ મેરેજની ડેટ પણ રિવીલ કરી. આ કારણે સ્વરા ભાસ્કના તમામ ફેન્સ તેના અચાનક આ રીતે લગ્ન કરી લેવાથી શોક્ડ છે.

સ્વરાએ પતિ ફહાદ સાથે વિડીયો પણ શેર કર્યો. આ વિડીયોમાં તેણે પોતાની પહેલી મુલાકાત અને પતિની રાજકીય સભાઓની ઝલક બતાવી છે. આ વિડીયોમાં સ્વરા ભાસ્કરે જણાવ્યું કે, તેમની પહેલી મુલાકાત કઈ રીતે થઈ હતી? પહેલી સેલ્ફી કઈ રીતે લીધી? સાથે પોતાની અને ફહાદની વોટ્સએપ ચેટ પણ બતાવી.

આ ચેટ માર્ચ 2020ની છે, જ્યારે ફહાદે પોતાની બહેનના લગ્નમાં સ્વરાને આમંત્રણ આપ્યું હતું. તેના પર સ્વરાએ કહ્યું હતું કે, હું શૂટના કારણે બિઝી છું. નહીં આવી શકું દોસ્ત. કસમ છે, તમારા લગ્નમાં ચોક્કસ આવીશ.


સ્વરાએ કોર્ટ મેરેજ માટે 6 જાન્યુઆરી, 2023એ અરજી કરી હતી. તેણે જે વિડીયો શેર કર્યો છે, તેમાં બંને કોર્ટમાં મેરેજ પેપર પર સહી કરતા જોવા મળી રહ્યા છે. એક ફોટોમાં તે પેરેન્ટ્સે ગળે લગાવી રડતી પણ જોવા મળી રહી છે.

ફહાદ અહમદ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર્તા છે. તે ટાટા ઈન્સ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટૂડન્ટ યુનિયનના મહાસચિવ તરીકે કામ કરી ચૂક્યા છે. જુલાઈ 2022માં ફહાદ અબુ આસિમ આઝમી અને રઈસ શેખની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર અને મુંબઈ એકમમાં યુવજન સભાના અધ્યક્ષ પદ પર છે.

ફહાદ અહમદનો જન્મ 2 ફેબ્રુઆરી, 1992એ યુપીના બહેરીમાં થયો છે. તેમના પિતાનું નામ જિરાર અહમદ છે. ફહાદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને એમ.ફિલની ડિગ્રી લીધી છે. તે પછી તેઓ ટાટા ઈન્સ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીઝ, મુંબઈથી સામાજિક કાર્યકર્તા તરીકે જોડાયા હતા. વર્ષ 2017 અને 2018માં ફહાદને TISS વિદ્યાર્થી સંઘના મહાસચિવ ચૂંટવામાં આવ્યા. તેઓ હાલમાં ડોક્ટરેટનો અભ્યાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!